‘યે જવાની હૈ દીવાની’ ૧૨ વર્ષ પછી પણ કેટલી લોકપ્રિય છે એનો પુરાવો આ ફિલ્મની રીરિલીઝે આપ્યો છે
`યે જવાની હૈ દીવાની`નો સીન
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ‘યે જવાની હૈ દીવાની’ ૧૨ વર્ષ પછી પણ કેટલી લોકપ્રિય છે એનો પુરાવો આ ફિલ્મની રીરિલીઝે આપ્યો છે. પહેલી વાર ૨૦૧૩માં ૩૦ મેએ રિલીઝ થયેલી આ ફિલ્મ ગયા અઠવાડિયે પાછી રિલીઝ થઈ હતી અને એક અઠવાડિયામાં એણે ૧૨.૧૫ કરોડ રૂપિયાનો નોંધપાત્ર બિઝનેસ કર્યો છે. હવે આ અઠવાડિયે ‘ફતેહ’, ‘ગેમ ચેન્જર’, ‘મૅચફિક્સિંગ’ જેવી નવી ફિલ્મો આવી છે તથા ‘કહો ના... પ્યાર હૈ’ ફરી રિલીઝ થઈ છે ત્યારે ‘યે જવાની હૈ દીવાની’નું બીજું અઠવાડિયું કેવું જાય છે એ જોઈએ.