Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટીવી સિરિયલ્સમાં લીડ રોલ ભજવવાને કારણે ફિલ્મો છોડી દીધી હતી રેમન સિંહે

ટીવી સિરિયલ્સમાં લીડ રોલ ભજવવાને કારણે ફિલ્મો છોડી દીધી હતી રેમન સિંહે

02 August, 2021 10:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું ટીવી છોડવા નથી માગતી. હું દરેક મીડિયમને એન્જૉય કરવા માગું છું પછી એ ટીવી હોય, બૉલીવુડ હોય કે પછી ડિજિટલ પ્લૅટફૉર્મ હોય.’

ટીવી સિરિયલ્સમાં લીડ રોલ ભજવવાને કારણે ફિલ્મો છોડી દીધી હતી રેમન સિંહે

ટીવી સિરિયલ્સમાં લીડ રોલ ભજવવાને કારણે ફિલ્મો છોડી દીધી હતી રેમન સિંહે


રેમન સિંહે જણાવ્યું છે કે તે ટીવી સિરિયલ્સમાં લીડ રોલ ભજવતી હોવાથી તેણે ફિલ્મોના અનેક પ્રોજેક્ટ્સની ના પાડી હતી. તેણે ‘યે તેરી ગલીયાં’, ‘અપના ટાઇમ ભી આએગા’ અને ‘ક્યૂં ઉથ્થે દિલ છોડ આયે’ જેવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. સાથે જ તેણે ‘આર્મી’ અને ‘ઘાયલ વન્સ અગેઇન’ નામની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ફિલ્મો છોડવાનું કારણ જણાવતાં રેમન સિંહે કહ્યું હતું કે ‘મેં કેટલાય બૉલીવુડના પ્રોજેક્ટ્સ છોડી દીધા હતા, કારણ કે હું ટીવી શોઝમાં લીડ રોલ્સ કરતી હતી. એવામાં જો તમે ટીવી શોઝ કરતા હો તો તમારે મોટા ભાગે શૂટ માટે વધુ સમય ફાળવવો પડે છે. જો મને અર્થસભર અને પાવરફુલ રોલ્સ મળે તો હું બૉલીવુડમાં ફરીથી એન્ટ્રી કરવા માટે તૈયાર છું. જોકે હું ટીવી છોડવા નથી માગતી. હું દરેક મીડિયમને એન્જૉય કરવા માગું છું પછી એ ટીવી હોય, બૉલીવુડ હોય કે પછી ડિજિટલ પ્લૅટફૉર્મ હોય.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2021 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK