Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી બહેન વ્યક્તિ તરીકે પણ મારા કરતાં સારી છે : અક્ષયકુમાર

મારી બહેન વ્યક્તિ તરીકે પણ મારા કરતાં સારી છે : અક્ષયકુમાર

05 August, 2022 05:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અગિયાર ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષયકુમારનું કહેવું છે કે તેની બહેન તેના કરતાં વધુ સારી વ્યક્તિ છે. અક્ષયની બહેનનું નામ અલકા ભાટિયા છે. અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અગિયાર ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં બહેનોની વાત કરવામાં આવી છે. પોતાની સગી બહેન વિશે વાત કરતાં અક્ષયકુમારે કહ્યુ કે ‘ભાઈ-બેહનનો બૉન્ડ અદ્ભુત હોય છે. તમારી બહેન તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તમે તમારી બહેન સાથે બધું જ શૅર કરી શકો છો. મેં ભાગ્યે જ એવું સાંભળ્યું હશે કે કોઈ બહેન તેના ભાઈને જરૂર હોય ત્યારે તેની સાથે ન ઊભી રહી હોય. કેટલીક વાર એવું સાંભળવા મળે છે કે ભાઈ તેની બહેનને સાથ આપતો નહોતો જોવા મળ્યો. જોકે મેં એવું ક્યારેય નથી સાંભળ્યું કે બહેન તેના ભાઈ માટે નહોતી ઊભી રહી. તમારી બહેન કરતાં તમને વધુ પ્રેમ કરનારું કોઈ નહીં હોય. બહેન સૌથી શ્રેષ્ઠ હોય છે અને હું એ માનું છું, કારણ કે હું જ્યારે મારા પોતાના ઘરમાં જોઉં છું ત્યારે હું કહીશ કે મારી બહેન એક વ્યક્તિ તરીકે પણ મારા કરતાં સારી છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK