Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ માલિકમાં ઍક્શન કરતો દેખાશે રાજકુમાર

ફિલ્મ માલિકમાં ઍક્શન કરતો દેખાશે રાજકુમાર

05 July, 2024 08:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે અત્યાર સુધી કરેલી ફિલ્મોમાં તે પૂરી રીતે ઍક્શન કરતો નથી જોવા મળ્યો.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવ હંમેશાં ચૅલેન્જિંગ રોલ્સ સ્વીકારવામાં માને છે. તેણે અત્યાર સુધી કરેલી ફિલ્મોમાં તે પૂરી રીતે ઍક્શન કરતો નથી જોવા મળ્યો. જોકે હવે તે આગામી ફિલ્મ ‘માલિક’માં જબરદસ્ત ઍક્શન કરતો દેખાશે. આ ફિલ્મને ‘ભક્ષક’નો ડિરેક્ટર પુલકિત ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં મેધા શંકર જોવા મળશે, જેણે ‘12th ફેલ’માં કામ કર્યું હતું. ‘માલિક’ની વાત કરીએ તો ઇમોશન અને ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ રહેશે. રાજકુમાર રાવે પોતાના રોલ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ડ્રામા અને કૉમેડીથી ભરપૂર અગાઉની ફિલ્મોની સરખામણીએ રાજકુમાર ‘માલિક’માં હટકે અવતારમાં દેખાવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં લખનઉ અને વારાણસીમાં કરવામાં આવશે. ફિલ્મને ત્રણ મહિનામાં પૂરી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK