° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


HIT Trailer:રાજકુમારની ફિલ્મ હીટનું ટ્રેલર રિલીઝ, સસ્પેન્સ અને થ્રિલરનું જબરદસ્ત મિશ્રણ

23 June, 2022 07:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજકુમાર રાવને પોલીસ વિભાગના શ્રેષ્ઠ કોપ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં દરેકને ભરપૂર વિશ્વાસ હોય છે.

રાજકુમારની સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ હીટનું ટ્રેલર રિલીઝ

રાજકુમારની સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ હીટનું ટ્રેલર રિલીઝ

અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને સાન્યા મલ્હોત્રાની આગામી ફિલ્મ `હિટ - ધ ફર્સ્ટ કેસ` (Hit:The First Case)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈને ફિલ્મની સ્ટોરીનો અંદાજો લગાવી શકાય છે. જોકે તેમાં સસ્પેન્સ અને થ્રિલરનો જબરદસ્ત ડોઝ જોવા મળશે. અઢી મિનિટના ટ્રેલરમાં રાજકુમાર રાવે વર્ચસ્વ જમાવ્યું હતું. ફિલ્મની આખી વાર્તા એક કેસની આસપાસ ફરતી હોય તેવું લાગી રહ્યું છે.

રાજકુમાર રાવને પોલીસ વિભાગના શ્રેષ્ઠ કોપ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં દરેકને ભરપૂર વિશ્વાસ હોય છે. પરંતુ બેસ્ટ કોપ રાજકુમાર પોતે પણ પોતાની અંગત મુશ્કેલીઓ સામે લડતા જોવા મળે છે. જો આપણે ટ્રેલરમાં બતાવવામાં આવેલી વાર્તા વિશે વાત કરીએ તો - તેની શરૂઆત હાઇવે પર ઉભેલી એક છોકરીથી થાય છે. જેની કાર તૂટી પડે છે. એટલામાં જ એક પોલીસકર્મી ત્યાં આવે છે અને તેને તેની સાથે આવવાનું કહે છે. યુવતી પોલીસકર્મી સાથે જવાની ના પાડે છે.

ત્યારબાદ હાઈવે પર ઉભેલી યુવતીને ઈન્જેક્શન આપવામાં આવે છે. જે બાદ યુવતી ક્યાં ગઈ તેનું રહસ્ય રાજકુમાર ઉકેલતો જોવા મળશે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે કેસ ઉકેલતી વખતે રાજકુમાર પોતે પણ તેમાં ફસાઈ જાય છે. એટલે કે ફિલ્મની વાર્તા આ છોકરીને શોધવા પર આધારિત હોય તેવું લાગી રહ્યું છે.

આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા પણ મહત્વના રોલમાં છે. તે રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી રહી છે. ટ્રેલરમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે સાન્યા પણ ક્યાંક ગાયબ થઈ જાય છે અને આ બધું જોઈને કલાકારો ખૂબ જ પરેશાન થઈ જાય છે. ફિલ્મનું ટ્રેલર એકદમ ધમાકેદાર અને સસ્પેન્સથી ભરેલું છે. `હિટ - ધ ફર્સ્ટ કેસ`નું નિર્માણ ભૂષણ કુમાર, દિલ રાજુ, ક્રિશન કુમાર અને કુલદીપ રાઠોડે કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 15 જુલાઈએ રિલીઝ થશે.

23 June, 2022 07:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

News In Short: બરફની અંદર યુદ્ધની એક કળા ‘કલારીપયટ્ટુ’ કરી વિદ્યુત જામવાલે

તેનું કહેવું છે કે તે વિશ્વનો ટોચનો માર્શલ આર્ટિસ્ટ છે

29 June, 2022 06:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

નાનાં શહેરોની સ્ટોરી લોકોમાં ખૂબ પૉપ્યુલર થઈ છે : ફિલ્મમેકર આનંદ એલ. રાય

તેમની સારા અલી ખાન અને અક્ષયકુમારની ‘અતરંગી રે’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી

29 June, 2022 06:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

માધવન ‘રહના હૈ તેરે દિલ મેં’ની રીમેક બનાવવાને મૂર્ખતા માને છે

૨૦૦૧માં આવેલી આ ફિલ્મમાં તેની સાથે દિયા મિર્ઝા અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં હતાં

29 June, 2022 06:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK