Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ના સેટ પર અને કૅમેરા સામે રાજકુમારનું અલગ રૂપ હતું:સાન્યા

‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ના સેટ પર અને કૅમેરા સામે રાજકુમારનું અલગ રૂપ હતું:સાન્યા

01 July, 2022 09:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલા દિવસથી જ અમારી એનર્જી એકસમાન હતી. રાજકુમાર, ડિરેક્ટર અને આખી ટીમ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો હતો. દર્શકોને અમારી આ થ્રિલિંગ જર્ની દેખાડવા માટે ઉત્સાહી છું.’

‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ના સેટ પર અને કૅમેરા સામે રાજકુમારનું અલગ રૂપ હતું:સાન્યા

‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ના સેટ પર અને કૅમેરા સામે રાજકુમારનું અલગ રૂપ હતું:સાન્યા


સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ના સેટ પર અને કૅમેરાની સામે રાજકુમાર રાવ એકદમ અલગ દેખાતો હતો. આ ફિલ્મને ભૂષણ કુમારે અને દિલ રાજુએ પ્રોડ્યુસ અને ડૉ. શૈલેશ કોલાનુએ ડિરેક્ટ કરી છે. ૧૫ જુલાઈએ ફિલ્મ રિલીઝ થવાની છે. રાજકુમારની પ્રશંસા કરતાં સાન્યાએ કહ્યું કે ‘મેં જ્યારે ફિલ્મ જોઈ તો હું શરૂઆતથી જ એને એન્જૉય કરતી હતી. મને જ્યારે જાણ થઈ કે હું આ ફિલ્મમાં કામ કરવાની છું તો હું ખૂબ એક્સાઇટેડ થઈ ગઈ હતી. રાજકુમાર સાથે કામ કરવાની મજા પડી ગઈ. હું સેટ પર ત્યારે આવી જ્યારે રાજકુમાર અને અન્ય કલાકારોએ પોતાના ભાગનું ઘણુંખરું શૂટિંગ પૂરું કરી લીધું હતું. મને એવું જરા પણ ન લાગ્યું કે હું અધવચ્ચેથી ફિલ્મના સેટ પર આવી છું. સેટ પર અને કૅમેરાની સામે રાજ એમ બે અલગ પર્સનાલિટી છે. કૅરૅક્ટરના મૂડ અને સીન પર પણ એ આધાર રાખે છે. એ પ્રમાણે તે કામ પ્રતિ સમર્પિત અને ખૂબ પ્રોફેશનલ છે. પહેલા દિવસથી જ અમારી એનર્જી એકસમાન હતી. રાજકુમાર, ડિરેક્ટર અને આખી ટીમ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો હતો. દર્શકોને અમારી આ થ્રિલિંગ જર્ની દેખાડવા માટે ઉત્સાહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2022 09:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK