ફોટોમાં તે બેડ પર પોતાના સૉફ્ટ ટૉય સાથે સૂતી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે એક સમયે એક જ કામ કરું છું.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ હાલમાં ક્વૉરન્ટીન છે અને તે ફોટો શૅર કરીને પોતાની લાઇફ વિશે જણાવી રહી છે. તેને કોરોના થયો છે. તે હાલમાં સેલ્ફ-ક્વૉરન્ટીન છે. તે તમામ પ્રકારની સાવધાની અને કાળજી રાખી રહી છે. આલિયાએ પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તે બેડ પર પોતાના સૉફ્ટ ટૉય સાથે સૂતી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે એક સમયે એક જ કામ કરું છું.
આલિયાને સ્ટ્રેસ ન આવે એ માટે કૉલ નથી કરતી મમ્મી
ADVERTISEMENT
આલિયાને કોરોના થતાં તે ક્વૉરન્ટીન છે અને તેને વધુ તનાવ ન થાય એ માટે મમ્મી સોની રાઝદાન તેને વધારે કૉલ્સ પણ નથી કરતી. તેની મમ્મીએ કહ્યું હતું કે ‘હું નથી ઇચ્છતી કે તે કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ લે. હું માત્ર તેને સવારે એક વખત કૉલ કરું છું અને તેને પૂછું છું કે તે કેમ છે અને શું કરી રહી છે. હું તેને મેસેજ કરીને જણાવું છું કે તેણે શું ખાવું જોઈએ. આલિયા સતત શૂટિંગ કરી રહી હતી અને દરરોજ ટેસ્ટ કરાવતી હતી. એથી તેને કોરોનાના સંક્રમણની તરત જાણ થઈ હતી.’