હૉલીવુડ સ્ટારે કોરોનાકાળમાં ભારતને સપોર્ટ કરવાની અપીલ કરી છે
હ્યુ જૅકમૅનનો આભાર માન્યો પ્રિયંકાએ
હૉલીવુડ સ્ટાર હ્યુ જૅકમૅને કોરોનાથી પીડિત ભારતના લોકોને મદદ કરવાની અપીલ કરી હતી. એથી પ્રિયંકા ચોપડા જોનસે તેનો અને તેની વાઇફનો આભાર માન્યો હતો. હ્યુએ પ્રિયંકાની પહેલને સપોર્ટ કર્યો હતો અને ડોનેશન પણ આપ્યું છે. પ્રિયંકાએ થોડા સમય અગાઉ લોકોને અપીલ કરી હતી કે મારો દેશ પીડાઈ રહ્યો છે. ત્યાંના લોકો કોરોનાનો માર ઝેલી રહ્યા છે. તેની આ અપીલ બાદ અનેક હૉલીવુડ સેલિબ્રિટીઝે મદદ કરી હતી. હ્યુએ ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયાને સપોર્ટ કરવાની અપીલ કરી છે. આથી પ્રિયંકાએ હ્યુ અને તેની વાઇફ ડેબોરાનો આભાર માન્યો હતો.