° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


પ્રિયંકા ચોપરાએ બતાવી દિકરીની પહેલી ઝલક,100 દિવસ બાદ હોસ્પિટલમાંથી દિકરીને લાવી ઘરે

09 May, 2022 07:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રીએ મધર્સ ડે પર પોતાની પુત્રી માલતીને હોસ્પિટલમાંથી પહેલી વાર ઘરે લઈ આવી છે. નિક અને પ્રિયંકા ચોપરાની દિકરીનો  પ્રિ-મેચ્યોર જન્મ થયો હતો, તેથી તેણીને NICU(નિયો નેટલ ઈંટેસિવ કેઅર યુનિટ)માં આશરે 100 દિવસ રાખવામાં આવી હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ દિકરી માલતી સાથે (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ દિકરી માલતી સાથે (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

મુંબઈ: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)અને નિક જોનાસ માટે આ મધર્સ ડે ખુબ જ યાદગાર રહ્યો છે. હકીકતે અભિનેત્રીએ આ દિવસે પોતાની પુત્રી માલતીને હોસ્પિટલમાંથી પહેલી વાર ઘરે લઈ આવી છે. નિક અને પ્રિયંકા ચોપરાની દિકરીનો પ્રિ-મેચ્યોર જન્મ થયો હતો, તેથી તેણીને NICU(નિયો નેટલ ઈંટેસિવ કેઅર યુનિટ)માં આશરે 100 દિવસ રાખવામાં આવી હતી. દિકરીને હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા બાદ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર પુત્રી સાથે પહેલી તસવીર શેર કરી છે. 

આ તસવીરમાં પ્રિયંકા પોતાની દિકરી માલતીને ભેટતી જોવા મળી રહી છે અને નિક જોનાસ તેણીનો હાથ પકડતાં દેખાઈ રહ્યાં છે. પરંતુ અભિનેત્રીએ પુત્રીનો ચહેરો બતાવ્યો નથી. પ્રિયંકા ચોપરાએ મધર્સ ડે પર આ તસવીર શેર કરતાં એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણીએ મા બન્યા બાદ તેના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવનો પણ ઉલ્લેખ કર્યો છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ લખ્યું, `આ મધર્સ ડે પર અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા કેટલાક મહિના અમારા માટે રોલર કોસ્ટર રાઈડ જેવા રહ્યા છે. 100 દિવસ પછી અમારી દીકરી આખરે NICU (નિયો નેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ)માંથી ઘરે છે. દરેક પરિવારની યાત્રા અનોખી હોય છે અને છેલ્લા કેટલાક મહિના અમારા માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે. મારા જીવનની તમામ માતાઓ અને સંભાળ રાખનારાઓને મધર્સ ડેની શુભેચ્છા. તમે બધાએ આ સફરને સરળ બનાવી છે. મને માતા બનાવવા બદલ નિક જોનાસનો આભાર.`

નિક જોનાસે પણ પ્રિંયકા અને પુત્રીની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "મારી ઈનક્રેડિબલ પત્ની પ્રિયંકાને પહેલા મર્ધસ ડેની શુભેચ્છા. બેબ તું મને દરેક રીતે પ્રેરણા પુરી પાડે છે, તે આ નવા રોલને સહેજતાથી અપનાવી લીધો છે. આ સફર માટે તારો આભારી છું. તું એક સારી માતા છે. હેપી મધર્સ ડે, આઈ લવ યુ." ઉલ્લેખનીય છે કે નિક અને પ્રિયંકાએ આ વર્ષે જાન્યુઆરીમાં ખુલાસો કર્યો હતો કેતે સરોગસી દ્વારા માતા-પિતા બનશે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતાં. 

09 May, 2022 07:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોઈ ફિલ્મની રિલીઝને અટકાવી ન શકાય : અક્ષયકુમાર

તેણે લોકોને બૉલીવુડ અને સાઉથની ઇન્ડસ્ટ્રી વચ્ચે ભેદભાવ કરવાની પણ ના પાડી છે

22 May, 2022 10:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફક્ત ઐશ્વર્યાનો આભાર માનતી રેસ્ટોરાં પર ભડક્યા લોકો

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હસબન્ડ અભિષેક બચ્ચન સાથે ડિનર પર ગયેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો આભાર માનતી એક લેબનીઝ રેસ્ટોરાં પર લોકો રોષે ભરાયા છે

22 May, 2022 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રૉકીભાઈના ‘વાયલન્સ’ના ડાયલૉગને વધુ સિરિયસ‍્લી લઈ લીધો હોય એવું લાગે છે કંગનાએ

કંગના રનોટ બૉલીવુડમાં ‘ક્વીન’ તરીકે ઓળખાતી હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી તે ‘ધાકડ’ જેવો વ્યવહાર કરી રહી છે.

22 May, 2022 09:53 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK