Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપરાએ ઑન સ્ટેજ નિક જોનસને કરી કિસ, વીડિયો થયો વાયરલ

પ્રિયંકા ચોપરાએ ઑન સ્ટેજ નિક જોનસને કરી કિસ, વીડિયો થયો વાયરલ

25 September, 2022 07:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રિયંકા ચોપરા શનિવારે ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં આયોજિત ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ 2022માં હોસ્ટ કરતી જોવા મળી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ચાહકોનું પ્રિય કપલ છે. નિક અને પ્રિયંકા એકબીજાના પ્રેમમાં છે અને એકબીજા પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતા નથી. હવે પ્રિયંકા અને નિક ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ 2022ના મંચ પર એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળ્યાં હતાં.

પ્રિયંકા ચોપરા શનિવારે ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં આયોજિત ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ 2022માં હોસ્ટ કરતી જોવા મળી હતી. ઈવેન્ટમાં પ્રિયંકાના પતિ નિક જોનસે `જોનસ બ્રધર્સ` સાથે લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમમાં નિક જોનસે પણ પ્રિયંકા પર પોતાનો પ્રેમ વરસાવ્યો હતો. નિકે પ્રિયંકાને મીઠો પરિચય આપી સાથે સ્ટેજ પર બોલાવી. નિકના હૃદયસ્પર્શી પરિચય પછી, પ્રિયંકા હસતાં હસતાં સ્ટેજ પર આવી અને નિકને પ્રેમથી ચુંબન કર્યું.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jerry x Mimi ? (@jerryxmimi)


પ્રિયંકા અને નિકની રોમેન્ટિક કિસ મોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકા અને નિકનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ચાહકોને કપલ ગોલ આપી રહ્યો છે. પ્રિયંકા અને નિક હંમેશા તેમની સિઝલિંગ કેમિસ્ટ્રીથી દરેકને દિવાના બનાવે છે અને હવે બંનેએ ઇવેન્ટમાં એકબીજાને ચુંબન કરવું તેમના પ્રેમ અને બોન્ડને દર્શાવે છે.


આ ઇવેન્ટના પ્રિયંકા અને નિકના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ઈવેન્ટમાં પ્રિયંકા મલ્ટીકલર પ્રિન્ટેડ પેન્ટ-સૂટમાં સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ પેન્ટ-સૂટ સાથે સફેદ ક્રોપ ટોપ પહેર્યું હતું. પ્રિયંકા ખુલ્લા વાંકડિયા વાળ અને ગ્લોસી મેકઅપમાં અદ્ભુત લાગે છે. ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ 2022 ઇવેન્ટમાં, પ્રિયંકાએ તેના હોસ્ટિંગ સાથે ધૂમ મચાવી હતી.

આ પણ વાંચો: યુવાન દેખાવા ૫૦,૦૦૦ની ક્રીમ ખરીદી તબુએ

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 07:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK