° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


Father`s Day:પ્રિયંકાએ નિક અને દીકરી માલતીને આપી ખાસ ભેટ, નિકે ભાવુક થઈ કહ્યું..

20 June, 2022 02:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માલતી જન્મના 100 દિવસ સુધી હોસ્પિટલમાં હતી, જેના કારણે નિક અને પ્રિયંકા ખૂબ જ પરેશાન હતા. હવે જ્યારે માલતી ઘરે આવી ગઈ છે ત્યારે બંને માટે બધું જ સુંદર બની ગયું છે.

તસવીર: ઈન્સ્ટાગ્રામ

તસવીર: ઈન્સ્ટાગ્રામ

ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)અને નિક જોનાસ (Nick Jonas)માટે ફાધર્સ ડે ખૂબ જ ખાસ છે. બંને આ વર્ષે પેરેન્ટ્સ બન્યા અને દીકરી માલતી સાથે આ તેમનો પહેલો ફાધર્સ ડે છે. પ્રિયંકાની દીકરી જ્યારથી હોસ્પિટલમાંથી ઘરે પરત આવી છે ત્યારથી પ્રિયંકા ખૂબ જ ખુશ છે. માલતી જન્મના 100 દિવસ સુધી હોસ્પિટલમાં હતી, જેના કારણે નિક અને પ્રિયંકા ખૂબ જ પરેશાન હતા. હવે જ્યારે માલતી ઘરે આવી ગઈ છે ત્યારે બંને માટે બધું જ સુંદર બની ગયું છે. ફાધર્સ ડે (Father`s Day)ના અવસર પર પ્રિયંકાએ માલતી અને નિકને ખાસ ભેટ આપી છે. જેની તસવીર તેણે શેર કરી છે.

પ્રિયંકાએ નિક અને માલતીની એક તસવીર શેર કરી છે જેમાં બંનેના ચહેરા દેખાતા નથી. ફોટામાં નિક માલતી (Malti)ને હાથ વડે પકડીને ઊભી રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ક્યૂટ ફોટો પરથી ફેન્સની નજર હટતી નથી. ફોટામાં માલતી લાલ ફ્લોરલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ નિક અને માલતીને મેચિંગ શૂઝ ગિફ્ટ કર્યા છે. જ્યારે માલતીના જૂતા પર M લખેલું છે, નિકના એક જૂતા પર MM અને બીજા પર DAD લખેલું છે. ચાહકોની નજર માલતીના ક્યૂટ શૂઝ પર ટકેલી છે. પોસ્ટ શેર કરતા પ્રિયંકાએ લખ્યું, `હેપ્પી ફાધર્સ ડે માય લવ. તમને આપણી નાની દીકરી સાથે જોઈને ખૂબ આનંદ થયો. ઘરે પાછા ફરવાનો કેટલો સુંદર દિવસ. આઈ લવ યુ. આવનારા દિવસો આવા જ રહે.`

નિકે પોસ્ટ શેર કરી
નિકે પણ આ જ તસવીર શેર કરી અને લખ્યું, `મારી નાની છોકરી સાથે ફર્સ્ટ ફાધર્સ ડે. પિતા પુત્રી માટે શાનદાર સ્નીકર્સ અને મને પિતા બનાવવા માટે આભાર પ્રિયંકા ચોપરા. આઈ લવ યુ સો મચ. તમામ પિતા અને કેરટેકર્સને હેપ્પી ફાધર્સ ડે.`

20 June, 2022 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રોમૅન્ટિક કપલ

પોતાના આ વેકેશનના ફોટો પ્રિયંકાએ શૅર કર્યા છે

28 June, 2022 03:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

SCના અબૉર્શન લૉથી હતાશ પ્રિયંકાએ કહ્યું, "મહિલાઓએ મજબૂરીમાં પણ પ્રેગ્નેન્સી..."

USની સુપ્રીમ કૉર્ટના આ નિર્ણયના વિરોધમાં દેશના જુદાં-જુદાં રાજ્યો અને શહેરોમાં મોટા પાયે લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. 

27 June, 2022 03:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પિતા વીરુ દેવગનની જન્મજયંતિ પર અજય દેવગન થયો ભાવુક, શેર કરી તસવીર

અજયના પિતા વીરુ દેવગણે બોલિવૂડની ઘણી જાણીતી ફિલ્મોમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે કામ કર્યું છે

25 June, 2022 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK