Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Priyanka Chopraના રંગમાં રંગાયો નિક જોનાસ, આ રીતે ઉજવી હોળી

Priyanka Chopraના રંગમાં રંગાયો નિક જોનાસ, આ રીતે ઉજવી હોળી

29 March, 2021 01:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રિયંકા ચોપડાએ વિદેશમાં રહેવા છતાં તેણે સંપૂર્ણ ઇન્ડિયન સ્ટાઇલમાં હોળી સેલિબ્રેટ કરી છે. તેણે પોતાના પરિવાર સાથે હોળીની તસવીરો પોસ્ટ કરી છે. તેમાં તે હોળીના રંગોમાં રંગાયેલી જોવા મળી રહી છે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ સોશિયલ મીડિયા પર ચાહકોને પોતાની લાઇફ ઇવેન્ટ સાથે જોડાયેલી દરેક અપડેટ આપે છે. હવે તેણે હોલીના તહેવાર પર ફોટોઝ શૅર કરી છે. સંપૂર્ણ જોનાસ પરિવાર હોળીના રંગોમાં રંગાયેલું જોવા મળે છે. પોટોમાં પ્રિયંકા પતિ નિક જોનાસ અને સાસુ-સસરા સાથે જોવા મળે છે. તેને જોઇને લાગે છે કે જોનાસ પરિવારે ખૂબ જ આનંદથી હોળી ઉજવી છે.

પ્રિયંકાએ શૅર કરી તસવીરો
પ્રિયંકા (Priyanka Chopra)એ સોશિયલ મીડિયા પર પોતાની રંગબેરંગી તસવીરો પણ શૅર કરી છે. આ તસવીરોમાં તે બધાં વ્હાઇટ આઉટફિટમાં જોવા મળે છે. પ્રિયંકાએ હાથમાં ગનવાળી પિચકારી પકડી રાખી છે અને ખૂબ જ મસ્તીના મૂડમાં દેખાય છે. હોળીની આ તસવીરોને શૅર કરતા પ્રિયંકાએ લખ્યું, "રંગોનો તહેવાર હોળી મારો પ્રિય તહેવાર છે. આશા રાખું છું કે આપણે બધાં પોતાના પરિવાર સાથે આ તહેવાર ઉજવશું, પણ ઘરે રહીને."



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)


પતિ નિક જોનાસે આપી શુભેચ્છાઓ
પ્રિયંકા ચોપરાએ આ પોસ્ટમાં કોવિડને જોતા પોતાના ચાહકોને સલાહ પણ આપી છે કે ઘરે જ હોળી ઉજવવી તો પ્રિયંકાના પતિ નિક જોનાસે પણ તસવીરો શૅર કરી છે. તેણે પોતાની હોળી પોસ્ટમાં લખ્યું, "મારા પરિવાર તરફથી તમને બધાનાં પરિવારને હોળીની શુભેચ્છાઓ." જણાવવાનું કે, હાલ પ્રિયંકા લંડનમાં છે અને તે પોતાના પરિવાર સાથે હોળી સેલિબ્રેટ કરી છે.


પોતાના પુસ્તકને લઈને ચર્ચામાં છે પ્રિયંકા
પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનાસ લોકોને ખૂબ જ પસંદ છે. તાજેતરમાં બન્નેના નામ ઑસ્કરના નૉમિનેશન અનાઉન્સ કરવામાં આવ્યા હતા. તો પ્રિયંકા ચોપડા હાલ પોતાના ઇન્ટરવ્યૂને લઈને ચર્ચામાં છે. તો તે છેલ્લે રાજકુમાર રાવ સાથે ફિલ્મ `ધ વ્હાઇટ ટાઇગર`માં જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2021 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK