૧૧૫ મિનિટની આ ફિલ્મ સ્મૉલ બજેટ ફિલ્મ હોવાથી મેકર્સ દ્વારા આ તહેવારનો ફાયદો ઉઠાવવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. ‘થાએલ’ પહેલાં દસ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ અમુક સંજોગોસર એને પોસ્ટપોન કરવામાં આવી હતી.
પ્રભુ દેવાની ‘થાએલ’ શુક્રવારે થશે રિલીઝ
એક તરફ જ્યારે તમામ ફિલ્મોને પોસ્ટપોન કરવામાં આવી રહી છે ત્યારે પ્રભુ દેવાની ‘થાએલ’ને શુક્રવારે રિલીઝ કરવામાં આવશે. શુક્રવારે પોંગલ હોવાથી ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મકરસંક્રાન્તિ દરમ્યાન ઘણી બિગ બજેટ ફિલ્મો રિલીઝ થવાની હતી પરંતુ એ તમામને પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભુ દેવાની સાથે સંયુક્તા હેગડેએ કામ કર્યું છે જેને હરિકુમારે ડિરેક્ટ કરી છે. ૧૧૫ મિનિટની આ ફિલ્મ સ્મૉલ બજેટ ફિલ્મ હોવાથી મેકર્સ દ્વારા આ તહેવારનો ફાયદો ઉઠાવવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. ‘થાએલ’ પહેલાં દસ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ અમુક સંજોગોસર એને પોસ્ટપોન કરવામાં આવી હતી.