Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક વર્ષમાં ૧૫૦ કરોડ રૂપિયાની એન્ડોર્સમેન્ટ ડીલ ઠુકરાવી પ્રભાસે

એક વર્ષમાં ૧૫૦ કરોડ રૂપિયાની એન્ડોર્સમેન્ટ ડીલ ઠુકરાવી પ્રભાસે

23 June, 2021 01:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એવું નથી કે પ્રભાસ ઍડ નથી કરતો પરંતુ તે ખૂબ જ સમજી વિચારીને ઍડ પસંદ કરે છે. તે એવી જ ઍડ કરે છે જેમાં એને ભરોસો હોય.

પ્રભાસ

પ્રભાસ


પ્રભાસે ગયા વર્ષે લગભગ ૧૫૦ કરોડ રૂપિયાના બ્રૅન્ડ એન્ડોર્સમેન્ટ્સને ઠુકરાવી હોવાની ચર્ચા છે. સેલિબ્રિટીઝ બનતાં જ તેમને ઘણાં બ્રૅન્ડ એન્ડોર્સમેન્ટ મળવા માંડે છે. ઘણા ઍક્ટર્સ આ દ્વારા પણ ઘણી કમાણી કરે છે. પ્રભાસને કપડાં, ઇલેક્ટ્રૉનિક્સ, એફએમસીજીથી લઈને દરેક પ્રકારની ઍડની ઑફર મળી છે. જોકે તેણે તમામને રિજેક્ટ કરી છે. એવું નથી કે પ્રભાસ ઍડ નથી કરતો 
પરંતુ તે ખૂબ જ સમજી વિચારીને ઍડ પસંદ કરે છે. તે એવી જ ઍડ કરે છે જેમાં એને ભરોસો હોય. તે લોકોને છેતરવા નથી માગતો અને એથી જ તેણે ગયા વર્ષે ટોટલ લગભગ ૧૫૦ કરોડ રૂપિયાના એન્ડોર્સમેન્ટ્સને ઠુકરાવી હતી. તે જ્યારે ‘બાહુબલી’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ તેણે દસ કરોડ રૂપિયાની ઍડ ઠકુરાવી દીધી હતી જેથી તે ફિલ્મ પર ફોકસ કરી શકે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK