° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


શું પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ?

27 July, 2020 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ?

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બૉલીવુડની અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે તેના બોલ્ડ ફોટો અને વીડિયો માટે હંમેશા ચર્ચામાં હોય છે. ફરી એકવાર તે ચર્ચામાં આવી છે અને કારણ છે અભિનેત્રીની સગાઈ. લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા સેમ બોમ્બે સાથે અભિનેત્રીએ સગાઈ કરી છે. પૂનમ પાંડેના બોયફ્રેન્ડે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરીને સગાઈ કરી હોવાનું જણાવ્યું છે.

સેમ બોમ્બેએ વીંટી પહેરેલી તસવીસ શૅર કરીને લખ્યું છે કે, આખરે આપણે કરી જ લીધું. પૂનમ અને સેમ વીંટી બતાવતા હોય તેવી આ તસવીર બે દિવસ પહેલા સેમે પોસ્ટ કરી છે. એટલું જ નહીં આ પોસ્ટ પર પૂનમ પાંડેએ કમેન્ટ કરી છે કે, બેસ્ટ ફિલિંગ.

 
 
 
View this post on Instagram

We finally did it!

A post shared by Sam Bombay (@sambombay) onJul 23, 2020 at 12:04am PDT

જોકે, પૂનમ પાંડે કે પછી સેમ બોમ્બેએ આમ તો સગાઈની કોઈ પ્રકારની જાહેરાત નથી કરી. પરંતુ આ તસવીરો જોઈને લોકો અંદાજ લગાડી રહ્યાં છે કે તેમણે સગાઈ કરી લીધી છે. એટલું જ નહીં બધા તેમને સગાઈની શુભેચ્છાઓ પણ આપી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડેએ વર્ષ 2013માં ફિલ્મ 'નશા'થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે હિન્દી ફિલ્મ ઉપરાંત તેલુગુ અને કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

27 July, 2020 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

News in Short: કાર્તિક શું લઈને આવી રહ્યો છે? તો ‘રુદ્ર’ માટે ૧૨૫ કરોડ લેશે અજય?

આ ફોટોમાં તેના વાળ લાંબા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘આ રહા હૈ કુછ અલગ સા. અંદાજા લગાઓ.’

20 June, 2021 11:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે ‘મૂડ્સ ઍન્ડ મેલડીઝ’ની જાહેરાત કરશે હિમેશ રેશમિયા

"૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે હું મારા ગીતની રિલીઝની તારીખની જાહેરાત કરીશ."

20 June, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ક્રીએટિવ લોકોનું કોઈ ફેવરિટ માધ્યમ નથી હોતું : મનોજ બાજપાઈ

ક્રીએટિવ લોકો માટે કોઈ મીડિયમ ફેવરિટ ન હોવું જોઈએ; કારણ કે તમારે માધ્યમ કોઈ પણ હોય, માત્ર કામ પર ધ્યાન આપવું જોઈએ.

20 June, 2021 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK