તે પ્રભાસ સાથે ‘રાધે શ્યામ’માં જોવા મળવાની છે
પૂજા હેગડે
પૂજા હેગડેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતાં તે ખુશ છે. કોરોના થયો હોવાની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી હતી. તે પ્રભાસ સાથે ‘રાધે શ્યામ’માં જોવા મળવાની છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પૂજા હેગડેએ કૅપ્શન આપી હતી કે ‘મને મોકલેલા પ્રેમ માટે સૌને થૅન્ક યુ કહું છું. હું સારી રીતે રિકવર કરી રહી છું. કોરોનાને લાત મારીને ભગાવી મૂક્યો છે અને ફાઇનલી મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમારા સૌની પ્રાર્થનાને કારણે જ આ જાદુ થયો છે. હંમેશાં તમારી આભારી રહીશ. સલામત રહો.’