Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફક્ત ઐશ્વર્યાનો આભાર માનતી રેસ્ટોરાં પર ભડક્યા લોકો

ફક્ત ઐશ્વર્યાનો આભાર માનતી રેસ્ટોરાં પર ભડક્યા લોકો

22 May, 2022 10:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હસબન્ડ અભિષેક બચ્ચન સાથે ડિનર પર ગયેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો આભાર માનતી એક લેબનીઝ રેસ્ટોરાં પર લોકો રોષે ભરાયા છે

ફક્ત ઐશ્વર્યાનો આભાર માનતી રેસ્ટોરાં પર ભડક્યા લોકો

ફક્ત ઐશ્વર્યાનો આભાર માનતી રેસ્ટોરાં પર ભડક્યા લોકો


કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હસબન્ડ અભિષેક બચ્ચન સાથે ડિનર પર ગયેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો આભાર માનતી એક લેબનીઝ રેસ્ટોરાં પર લોકો રોષે ભરાયા છે, કેમ કે એ રેસ્ટોરાંએ અભિષેક બચ્ચનની હાજરીનો ઉલ્લેખ ન કર્યો એથી અભિષેકના ફૅન્સને એમાં અપમાન થયું હોવાનું લાગી રહ્યું છે. લોકોનું કહેવું છે કે અભિષેક પણ એટલો જ માનનો હકદાર છે. આ ખોટું છે. ઐશ્વર્યા અને અભિષેકે લીધેલી રેસ્ટોરાંની મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રેસ્ટોરાંએ કૅપ્શન આપી હતી, ‘અમને ખુશી છે અને અમે સન્માન અનુભવી રહ્યા છીએ કે અમને ઐશ્વર્યા રાય બચ્ચનને અમારી રેસ્ટોરાંમાં હોસ્ટ કરવાનો અવસર મળ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2022 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK