આ ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં છે
સિદ્ધાર્થ આનંદ
ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે ‘પઠાન’ના ટ્રેલર પહેલાં એનાં ગીત રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે પચીસમી જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મના ગીત વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘ફિલ્મનાં બે ગીત ધમાકેદાર છે અને બન્ને એટલાં શાનદાર છે કે આ વર્ષે ચાર્ટબસ્ટર પર ઍન્થમ ઑફ ધ યર બની શકે છે. એથી અમે લોકોને ફિલ્મ રિલીઝ થાય એ અગાઉ જ એ ગીત માણવાનો સમય આપીએ છીએ. ડિસેમ્બર એ વિશ્વના લોકો માટે પાર્ટી અને હૉલિડેની સીઝન છે. એથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય એ પહેલાં અમે સૉન્ગ્સ રિલીઝ કરીશું. આ અમારી સ્ટ્રૅટેજી છે જે ‘પઠાન’ના પ્લૉટને જકડી રાખવામાં મદદ કરશે, એથી ‘પઠાન’ના મ્યુઝિક સાથે ડાન્સ કરવા માટે તૈયાર થઈ જાઓ.’