Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોવિડ-19 વેક્સિન મૂકાવ્યા પછી પણ પરેશ રાવલ થયા કોરોના પૉઝિટીવ

કોવિડ-19 વેક્સિન મૂકાવ્યા પછી પણ પરેશ રાવલ થયા કોરોના પૉઝિટીવ

27 March, 2021 04:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે બૉલીવુડ દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ પણ કોવિડ-19 પૉઝિટીવ ટેસ્ટ થયા છે. પોતે પૉઝિટીવ ટેસ્ટ થયા છે તેની માહિતી અભિનેતાએ પોતે ટ્વીટ કરીને ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

પરેશ રાવલ (ફાઇલ ફોટો)

પરેશ રાવલ (ફાઇલ ફોટો)


કોરોના વાયરસનું જોખમ ફરી એકવાર વધી રહ્યું છે. કોરોનાના બીજા વેવને કારણે મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. એવામાં બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ કોવિડ-19નો પ્રભાવ વધતો જોવા મળે છે. તાજેતરમાં જ રણબીર કપૂર, કાર્તિક આર્યન મનોજ બાજપાઇ, આર. માધવન અને આમિર ખાનના કોરોનાવાયરસ પૉઝિટીવ હોવાના સમાચાર આવ્યા હતા. તો હવે બૉલીવુડ દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ પણ કોવિડ-19 પૉઝિટીવ ટેસ્ટ થયા છે. પોતે પૉઝિટીવ ટેસ્ટ થયા છે તેની માહિતી અભિનેતાએ પોતે ટ્વીટ કરીને ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

અભિનેતા પરેશ રાવલે શુક્રવારે એક ટ્વિટર અકાઉન્ટ પર એક ટ્વીટ કરી પોતે કોરોના વાયરસથી સંક્રમિત થવાની માહિતી આપી. તેમણે ટ્વીટમાં લખ્યું, "દુર્ભાગ્યે મારો કોવિડ-19 ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને નિવેદન છે કે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે." આ સમાચાર સામે આવતા જ તેમના ચાહકો ખૂબ જ ચિંતિચ થયા અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરવા લાગ્યા.




65 વર્ષીય એક્ટર પરેશ રાવલે નવ માર્ચના કોવિડ-19 વેક્સીનનો પહેલો ડૉઝ લીધો હતો. તેમણે વેક્સીન લીધા પછી પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક તસવીર શૅર કરતા માહિતી આપી હતી. તો હવે અભિનેતાના કોવિડ પૉઝિટીવના સમાચારે ફક્ત તેમના પરિવારજનોને જ નહીં પણ તેમના મિત્રોને અને ચાહકોને પણ ચોંકાવી દીધા.


જણાવવાનું કે તાજેતરમાં જ બૉલીવુડના જાણીતા ફેશન ડિઝાઇનર વિક્રમ ફડનીસ પણ કોરોના વાયરસના સકંજામાં ફસાયા હતા. વિક્રમે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી પોતે આ વાતની માહિતી આપી હતી કે તેમનો કોવિડ-19 ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. ત્યાર પછી તેમણે પોતાને આઇસોલેટ કરી લીધું છે. વિક્રમે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ માહિતી આપતા લખ્યું કે, "મારો કોવિડ-19 ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે, હું રિક્વેસ્ટ કરું છું કે જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારી આસપાસ રહ્યા તે બધાં પણ પોતાનો કોવિડ-19 ટેસ્ટ કરાવી લે. હાલ મેં પોતાને આઇસોલેટ કરી લીધું છે અને સંપૂર્ણ સાવચેતીઓ રાખી રહ્યો છું."

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2021 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK