Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવાને કારણે વજન વધી ગયું છે પારસ છાબરાનું

ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવાને કારણે વજન વધી ગયું છે પારસ છાબરાનું

23 September, 2021 03:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલું એ કે મને લિવર ઇન્ફેક્શન થવાથી મારા શરીરમાં સોજો આવી ગયો હતો. બીજું કારણ એ કે બિગ બૉસના હાઉસમાંથી બહાર આવ્યા બાદ મને એન્ગ્ઝાયટીના અટૅક આવવા લાગ્યા હતા.

ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવાને કારણે વજન વધી ગયું છે પારસ છાબરાનું

ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવાને કારણે વજન વધી ગયું છે પારસ છાબરાનું


પારસ છાબરાએ જણાવ્યું છે કે ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવા લેવાને કારણે તેનું વજન વધી ગયું છે. જોકે હવે તે વજન ઘટાડી રહ્યો છે. તેણે ૨૦૧૨માં ‘Mtv સ્પ્લિટ્વિલા 5’નો ખિતાબ જીત્યો હતો અને રિયલિટી શો ‘બિગ બૉસ 13’માં પણ ભાગ લીધો હતો. પોતાનું વજન વધવા વિશે પારસે કહ્યું હતું કે ‘મારું વજન વધવાનાં બે કારણો છે. પહેલું એ કે મને લિવર ઇન્ફેક્શન થવાથી મારા શરીરમાં સોજો આવી ગયો હતો. બીજું કારણ એ કે બિગ બૉસના હાઉસમાંથી બહાર આવ્યા બાદ મને એન્ગ્ઝાયટીના અટૅક આવવા લાગ્યા હતા. એથી હું ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવા લેતો હતો. એને કારણે મને નીંદર ખૂબ આવતી હતી. એથી મારું વજન વધી ગયું છે. હું હવે કુદરતી રીતે જિમ અને એક્સરસાઇઝ કરીને વજન ઘટાડી રહ્યો છું. મેં મારી ફિટનેસ પર કામ શરૂ કરી દીધું છે અને જલદી જ હું શેપમાં પાછો આવી જઈશ. શરૂઆતમાં તો હું સપ્લિમેન્ટ્સ લઈને સખત જિમ કરતો હતો, પરંતુ મારા ફૅમિલી મેમ્બર્સ, જેમાંના મોટા ભાગના ડૉક્ટર્સ છે તેમણે મને સલાહ આપી હતી કે આવા સપ્લિમેન્ટ્સથી દૂર રહેવું જોઈએ. તેમણે મને કુદરતી રીતે વજન ઘટાડવાની સલાહ આપી હતી અને હવે હું તેમની સલાહનું પાલન કરી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK