પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેની ૨૦ વર્ષની કરીઅરમાં તેને એક જ વાર હીરો સમાન ફી મળી છે.
પ્રિયંકા ચોપરા જોનાસ
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેની ૨૦ વર્ષની કરીઅરમાં તેને એક જ વાર હીરો સમાન ફી મળી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટેની ‘સિટાડેલ’ના પ્રમોશનમાં તે વ્યસ્ત છે. આ વિશે વાત કરતાં પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘બૉલીવુડમાં મને ક્યારેય હીરો સમાન પૈસા નથી મળ્યા. મારો જે હીરો હોય એની રકમના ફક્ત દસ ટકા મને મળતા હતા. ફી વચ્ચેનો આ જે ગૅપ છે એ ખૂબ જ મોટો છે. ઘણીબધી મહિલાઓ હજી પણ
એનો સામનો કરી રહી છે.
બૉલીવુડમાં હું હમણાં પણ કામ કરું તો મારે ફરી એનો સામનો કરવો પડશે એની મને જાણ છે. મારી જનરેશનની મહિલાઓ હજી પણ સમાનતા માટે ડિમાન્ડ કરી રહી છે, પરંતુ તેમને એ મળી નથી રહી. મને હજી સુધી એક જ વાર સમાન ફી મળી છે.’