પત્ની સાથેના પ્રૉબ્લેમ જગજાહેર થયા બાદ લગ્નજીવનને વધુ એક ચાન્સ આપનાર નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું...
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી સલાહ આપે છે કે કોઈએ લગ્ન ન કરવાં જોઈએ. તેણે આલિયા સિદ્દીકી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે. આલિયા સાથે લગ્નજીવનમાં ખૂબ જ ઉતાર-ચડાવ આવ્યા હતા. તેઓ અલગ પણ થઈ ગયાં હતાં. જોકે ફરી તેમણે એક ચાન્સ આપવાનું નક્કી કર્યું હતું. આ વિશે વાત કરતાં નવાઝુદ્દીન કહે છે, ‘લગ્ન ન કરવાં જોઈએ. બની શકે હું જે કહેવા માગું છું એને લોકો અલગ રીતે લઈ શકે છે, પરંતુ લોકોએ લગ્ન ન કરવાં જોઈએ. લગ્ન કરવાની શું જરૂર છે? તમે પ્રેમમાં હો તો એ લગ્ન વગર પણ કરી શકો છો. લગ્ન બાદ લોકો તમને હળવાશમાં લેવાનું શરૂ કરે છે. જો લગ્ન ન કર્યાં હોય તો તમે એકમેકને વધુ પ્રેમ કરી શકો છો, પરંતુ લગ્ન બાદ પ્રેમ ધીમે–ધીમે ઓછો થઈ જાય છે. તમે કોઈને હંમેશાં પ્રેમ કરવાની ઇચ્છા રાખતા હો તો ક્યારેય લગ્ન ન કરવાં જોઈએ.’

