Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘બ્લર’ના સેટ પર હું અને તાપસી ખૂબ જ પ્રૅન્ક કરતાં હતાં : ગુલશન દેવૈયા

‘બ્લર’ના સેટ પર હું અને તાપસી ખૂબ જ પ્રૅન્ક કરતાં હતાં : ગુલશન દેવૈયા

24 September, 2021 03:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાપસી સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી. હું તેમની સાથે મળીને પ્રૅન્ક્સ કરતો હતો. ટીમમાં ખૂબ જ મજેદાર વસ્તુઓ થતી હતી. સેટ એક એવું સ્થાન છે કે જ્યાં તમે એક સારી ટીમ સાથે ઘેરાયેલા હો છો.’

‘બ્લર’ના સેટ પર હું અને તાપસી ખૂબ જ પ્રૅન્ક કરતાં હતાં : ગુલશન દેવૈયા

‘બ્લર’ના સેટ પર હું અને તાપસી ખૂબ જ પ્રૅન્ક કરતાં હતાં : ગુલશન દેવૈયા


ગુલશન દેવૈયાને ‘બ્લર’માં તાપસી પન્નુ સાથે કામ કરવાની ખૂબ મજા આવી છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ નૈનીતાલમાં કરવામાં આવ્યું છે. તાપસીએ પોતાના પ્રોડક્શન હાઉસ આઉટસાઇડર ફિલ્મ્સ દ્વારા ઝી સ્ટુડિયોઝ અને ઇકોલોન પ્રોડક્શન્સની સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે એક યુવતી અણધારી સ્થિતિમાં ફસાઈ જાય છે. ફિલ્મમાં રોમાંચ અને ડ્રામા જોવા મળશે. ૨૦૨૨માં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. તાપસી સાથે સેટ પર કેવો અનુભવ રહ્યો હતો એ વિશે ગુલશન દેવૈયાએ કહ્યું હતું કે ‘મારા અત્યાર સુધીના સૌથી સારા અનુભવોમાંનો એક અનુભવ ‘બ્લર’ના સેટ પર રહ્યો હતો. તાપસી સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી. હું તેમની સાથે મળીને પ્રૅન્ક્સ કરતો હતો. ટીમમાં ખૂબ જ મજેદાર વસ્તુઓ થતી હતી. સેટ એક એવું સ્થાન છે કે જ્યાં તમે એક સારી ટીમ સાથે ઘેરાયેલા હો છો.’
પોતાના કૅરૅક્ટર વિશે ગુલશન દેવૈયાએ કહ્યું હતું કે ‘હું ગાયત્રીના પતિ નીલનું પાત્ર ભજવી રહ્યો છું જે ખૂબ સારો, સમજદાર માણસ છે પરંતુ અંદરથી તે દુખી અને અધૂરો છે. બન્ને એકબીજાને પ્રેમ તો કરે છે, પરંતુ તેમના સંબંધોમાં તનાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. નીલ ખૂબ સાધનસંપન્ન પરિવારનો છે. જોકે તેને જરૂરિયાતો પૂરી કરવા માટે કામ કરવાની પણ જરૂર નથી. તેણે વાઇફ ગાયત્રી માટે પૂરી રીતે એક સહાયક સ્થિતિ અપનાવી છે જે એક મનોવિજ્ઞાની છે અને તે પોતાના કામ પ્રત્યે સમર્પિત છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2021 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK