એ ફોટોમાં તેના પિતા ચિરંજીવી પણ છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રામચરણે તેના બાળપણનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તેના પિતા ચિરંજીવી પણ છે. ફોટોમાં દેખાય છે કે ચિરંજીવી પાછળથી રામચરણને ભેટી રહ્યા છે. આ બન્નેએ આ વર્ષે રિલીઝ થયેલી ‘આચાર્ય’માં કામ કર્યું હતું. આ પિતા-પુત્રની જોડીનો ફોટો જોઈને તેમના ફૅન્સ પણ ખુશ થઈ ગયા છે. સૌકોઈ તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રામચરણે માત્ર હાર્ટની ઇમોજી કૅપ્શનમાં મૂકી છે. આવી રીતે તેમણે ફાધર્સ ડે સેલિબ્રેટ કર્યો હતો.