Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં રિયલમાં જખમી થઈ હતી નોરા

‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં રિયલમાં જખમી થઈ હતી નોરા

20 July, 2021 11:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાદમાં એ જખમી હાલતનો સીન ફિલ્મમાં ઉમેરવામાં આવ્યો છે. રિયલ સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં નોરા હિના રહમાનના રોલમાં જોવા મળવાની છે

નોરા ફતેહી

નોરા ફતેહી


નોરા ફતેહી ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં એક સીનના શૂટિંગ વખતે રિયલમાં જખમી થઈ ગઈ હતી. બાદમાં એ જખમી હાલતનો સીન ફિલ્મમાં ઉમેરવામાં આવ્યો છે. રિયલ સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં નોરા હિના રહમાનના રોલમાં જોવા મળવાની છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન તે કઈ રીતે જખમી થઈ એ વિશે નોરાએ કહ્યું હતું કે ‘અમે એક ઍક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યાં હતાં અને ડિરેક્ટર એક કૅમેરાની સાથે એક જ ટેકમાં શૂટ કરવા માગતા હતા. એથી મારા કો-સ્ટાર અને મેં ઍક્શન સીનનું રિહર્સલ કર્યું હતું. તેણે મારા ચહેરા પર એક બંદૂક રાખવાની હતી અને મારે એક ઝટકાથી એ બંદૂક ફેંકવાની હતી. રિહર્સલ વખતે તો બધું વ્યવસ્થિત હતું. જોકે અમે જ્યારે રિયલમાં શૂટ કરવાનું શરૂ કર્યું ત્યારે હીરોએ ભૂલથી મારા ચહેરા પર બંદૂક ફેંકી હતી. ધાતુની બંદૂક ખૂબ ભારે હતી. એ મારા માથા પર વાગતાં જ લોહી નીકળવા લાગ્યું હતું.’


રિયલમાં નીકળેલા એ જ લોહીવાળા સીનને ફિલ્મમાં ઉમેરવામાં આવ્યું હતું. નોરાને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેના માથા પર સોજો પણ આવી ગયો હતો. દર્દને કારણે તે લગભગ બેભાન પણ થઈ ગઈ હતી. ત્યાર બાદ ફરી એક વખત આવા જ એક ઍક્શન સીનને ફિલ્માવવામાં આવ્યો હતો. એ દરમ્યાન પણ તેને ઘણી ઈજાઓ થઈ હતી. એ વિશે નોરાએ કહ્યું હતું કે ‘એ દિવસ બાદ અમારે વધુ એક ઍક્શન સીનનું શૂટિંગ કરવાનું હતું. એ એક ચેઝ સીક્વન્સ હતી જેમાં મારે સ્પીડમાં દોડવાનું, ઍક્શન કરવાની અને ત્યાર બાદ સ્પીડમાં ચાલવાનું હતું. શૂટિંગ દરમ્યાન મારી આંગળીઓને ઈજા થતાં હું પડી ગઈ હતી. એથી શૂટિંગ દરમ્યાન મારે સ્લિંગ પહેરવું પડ્યું હતું, કેમ કે મેં મારા તમામ સીન સ્ટન્ટ ડબલની મદદ વગર જ કર્યા હતા. જોકે મને મારા ઘા પર ગર્વ છે, કેમ કે એને કારણે મને ઉત્કૃષ્ટતા શીખવાની તક મળી જેને હું આજીવન સંભારીને રાખી શકીશ.’


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2021 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK