બસો કરોડના મની લૉન્ડરિંગના કેસમાં નોરા ફતેહી ગઈ કાલે ફરી એક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સામે હાજર થઈ હતી.
નોરા ફતેહી
બસો કરોડના મની લૉન્ડરિંગના કેસમાં નોરા ફતેહી ગઈ કાલે ફરી એક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સામે હાજર થઈ હતી. આ કેસમાં જૅકલિન ફર્નાન્ડિસને પણ અનેક વખત સવાલો કરવામાં આવ્યા છે. આ કેસનો મુખ્ય સૂત્રધાર સુકેશ ચન્દ્રશેખર છે, જેણે મોંઘીદાટ ભેટ તેમને આપી હતી. તે હાલમાં જેલમાં બંધ છે. તેણે ફોર્ટિસ હેલ્થકૅર પ્રમોટર શિવિન્દર મોહન સિંહની વાઇફ અદિતિ સિંહ સહિત અનેક
હાઈ પ્રોફાઇલ લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ જ પૈસાથી તેણે આ ઍક્ટ્રેસિસ માટે કીમતી ભેટ ખરીદી હતી. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ નોરાનું નિવેદન નોંધવામાં આવ્યું છે.