મેકર્સ ઍમેઝૉન પ્રાઇમ વિડિયોને રાઇટ્સ વેચવા માગે છે. જોકે સ્પષ્ટતા માટે આપણે પણ રાહ જોવી પડશે. જો મેકર્સ દ્વારા આ ફિલ્મની રિલીઝ પહેલાં ડીલ થઈ ગઈ હોત તો તેમને વધુ પૈસા મળી શક્યા હોત.
‘ધાકડ’ને ઑનલાઇન ખરીદવા કોઈ તૈયાર નથી?
કંગના રનોટની ‘ધાકડ’ને ઑનલાઇન ખરીદવા માટે કોઈ પણ પ્લૅટફૉર્મ તૈયારી નથી દેખાડી રહ્યું. આ ફિલ્મ થિયેટર્સમાં લોકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહેતાં હવે એના મેકર્સને ડિજિટલ પ્લૅટફૉર્મ કે ટેલિવિઝન પર પણ સારા બિઝનેસની અપેક્ષા નથી રહી. આ ફિલ્મે મુશ્કેલીથી દોઢ કરોડનો બિઝનેસ કર્યો છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે માત્ર ૫૦ લાખનું જ કલેક્શન મેળવ્યું હતું. વીક-એન્ડમાં આ આંકડો વધવાની આશા હતી, પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. ફિલ્મના ખરાબ પ્રદર્શનને કારણે દર્શકો આ ફિલ્મને જોવા નથી જતા અને આ જ કારણ છે કે એના કેટલાક શોઝ કૅન્સલ કરવા પડ્યા છે. એને કારણે ફિલ્મના બિઝનેસ પર માઠી અસર પડી છે. પ્રોડ્યુસર્સ તેમની ફિલ્મના રાઇટ્સ ડિજિટલ પ્લૅટફૉર્મ અને ટેલિવિઝન પર વેચીને પ્રૉફિટ મેળવે છે. જોકે ‘ધાકડ’ના મેકર્સે ફિલ્મના રાઇટ્સ વેચ્યા નથી કેમ કે તેમને આશા હતી કે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કરશે, પરંતુ હવે તેમને દૂર-દૂર સુધી એવાં કોઈ એંધાણ નથી દેખાતાં. ‘ધાકડ’ એક ઍડલ્ટ ફિલ્મ છે અને એથી ટીવી પર એના પ્રીમિયર માટે ફરીથી સર્ટિફિકેટ મેળવવું પડશે. મેકર્સ ઍમેઝૉન પ્રાઇમ વિડિયોને રાઇટ્સ વેચવા માગે છે. જોકે સ્પષ્ટતા માટે આપણે પણ રાહ જોવી પડશે. જો મેકર્સ દ્વારા આ ફિલ્મની રિલીઝ પહેલાં ડીલ થઈ ગઈ હોત તો તેમને વધુ પૈસા મળી શક્યા હોત.