Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એકતાની ‘લવ સેક્સ ઔર ધોકા 2’માં દેખાશે નિમ્રત

એકતાની ‘લવ સેક્સ ઔર ધોકા 2’માં દેખાશે નિમ્રત

22 January, 2023 01:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ માટે ઍક્ટરની શોધ માટે એકતા કપૂર અને ડિરેક્ટર દિબાકર બૅનરજી ‘બિગ બૉસ 16’ના હાઉસમાં ગયાં હતાં

નિમ્રત કૌર અહલુવાલિયા

નિમ્રત કૌર અહલુવાલિયા


એકતા કપૂરની ‘લવ સેક્સ ઔર ધોકા 2’માં નિમ્રત કૌર અહલુવાલિયા લીડ રોલમાં દેખાશે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી ‘લવ સેક્સ ઔર ધોકા’ની સીક્વલ છે. આ ફિલ્મમાં એમએમએસ સ્કૅન્ડલ, ઑનર કિલિંગ અને સ્ટિંગ ઑપરેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં રાજકુમાર રાવ લીડ રોલમાં દેખાયો હતો. હવે એની સીક્વલ માટે એકતાને તેની લીડિંગ લેડી મળી ગઈ છે.

આ ફિલ્મ માટે ઍક્ટરની શોધ માટે એકતા કપૂર અને ડિરેક્ટર દિબાકર બૅનરજી ‘બિગ બૉસ 16’ના હાઉસમાં ગયાં હતાં. એથી એકતાની ‘નાગિન 1’નો એક સીન નિમ્રત અને શિવ ઠાકરેએ રીક્રીએટ કરી દેખાડ્યો હતો. નિમ્રતનો પર્ફોર્મન્સ જોઈને એકતા ખૂબ પ્રભાવિત થઈ હતી. એથી નિમ્રતને ‘લવ સેક્સ ઔર ધોકા 2’માં લીડ રોલ ઑફર કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2023 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK