નિક પત્નીનો ડ્રેસ સરખો કરતો જોવા મળ્યો હતો
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસે પતિ નિક જોનસ સાથે લંડનમાં એક ફૅશન શોમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં પ્રિયંકાના ડ્રેસને નિક સરખો કરતો જોવા મળ્યો હતો. આ ઇવેન્ટમાં પ્રિયંકાએ લંડનના ડિઝાઇનર રિચર્ડ ક્વીન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો ફ્લોરલ કૅટસૂટ પહેર્યો હતો અને સાથે લૉન્ગ જૅકેટ હતું. ફોટો માટે પોઝ આપતી વખતે નિક તેની પત્નીનો ડ્રેસ સરખો કરતો જોવા મળ્યો હતો. તેમના લગ્નજીવનમાં મતભેદ ચાલી રહ્યો હોવાની વાતો ચાલી હતી, પરંતુ એ માત્ર અફવા નીકળી હતી.