° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


News In Short: ક્યા ખૂબ લગતી હો

23 June, 2021 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇ-ફાઇ ફિલ્મમાં તે માઇક્રોબાયોલૉજિસ્ટનું પાત્ર ભજવી રહી છે. આ સિવાય પણ તે ઘણા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રાઉતેલાએ હાલમાં જ ગુજરાતી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. તે લાલ ગુજરાતી સાડીમાં જોવા મળી હતી, જેની સાથે તેણે જ્વેલરી પણ પહેરી છે. તેણે મનોજકુમારની ગ્રૅન્ડ ડૉટર મુસ્કાનની મેંદી સેરેમનીમાં હાજરી આપી હતી. તે હવે તામિલમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સાઇ-ફાઇ ફિલ્મમાં તે માઇક્રોબાયોલૉજિસ્ટનું પાત્ર ભજવી રહી છે. આ સિવાય પણ તે ઘણા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.

કોવિડમાં પ્રસિદ્ધ મલયાલમ લિરિસિસ્ટ પૂવાચલ ખાદેરનું થયું મૃત્યુ

મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રસિદ્ધ લિરિસિસ્ટ પૂવાચલ ખાદેરનું ગઈ કાલે તિરુવનંતપુરમની સ્ટેટ મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. ૭૨ વર્ષના પૂવાચલ હૉસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતા અને સોમવારની મધરાત બાદ તેમને કાર્ડિઍક અરેસ્ટ આવતાં તેમનું મૃત્યુ થયું હતું. ૪૦ વર્ષની કરીઅરમાં તેમણે ૪૦૦થી વધુ મલયાલમ ફિલ્મમાં ૧૫૦૦થી વધુ મલયાલમ ગીત લખ્યાં હતાં. તેઓ ૧૯૭૩થી લઈને ૨૦૧૧ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. કેરળના ચીફ મિનિસ્ટર પિનરયી વિજયને કહ્યું હતું કે ‘મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ગીતો લખનાર તરીકે તેમને યાદ કરવામાં આવશે.’

23 June, 2021 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મારી લાઇફ અને મારી કરીઅર અમેઝિંગ રહી છે : પરિણીતી ચોપડા

સફળતા-નિષ્ફળતાનો સામનો તમારે કરવો પડે છે. સુખ-દુઃખ પણ આવે છે. તમારે જાતે જ લાઇફ બનાવવી પડે છે અને આવું જ કરીઅરનું પણ છે. કરીઅરમાં ઊંડાણપૂર્વક ઊતરવા માટે તમારે તમામ પાસાંઓ પર નજર રાખવી પડે છે.

25 October, 2021 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

મારો બેસ્ટ પર્ફોર્મન્સ આવવાનો હજી બાકી છે : આર. માધવન

હું નથી જાણતો કે એ સલામત મેકૅનિઝમ છે કે પછી એ વાસ્તવિકતા છે. હકીકત તો એ પણ છે કે હું કદી પણ ફાઇનૅન્શિયલી સુપરસેટલ નથી થયો. સ્ટાર જેવી લાઇફ જીવવાની લાલસા મારામાં હંમેશાં રહી છે.’

25 October, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

તામિલ ફિલ્મ ‘કુઝંગલ્સ’ને ઑસ્કરમાં એન્ટ્રી મળતાં શુભેચ્છા આપી વિકી કૌશલે

પિતા જે છે તેની શરાબ પીવાની લતને કારણે તેની પત્ની તેને તરછોડી દે છે એથી તેને ઘરે પાછી લાવવા માટે આ પિતા-પુત્ર નીકળી પડે છે.

25 October, 2021 02:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK