નેહાએ આ અફવા સામે કોઈ પ્રતિક્રિયા નથી આપી, આ અફવા વિશે પ્રતિક્રિયા આપતાં રોહનપ્રીત કહે છે, કુછ તો લોગ કહેંગે
નેહા કક્કર રોહનપ્રીત સિંહ
ઑક્ટોબર ૨૦૨૦માં પરણ્યાં ત્યારથી ગાયકો નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહની જોડી કેટલી ટકશે એના વિશે સવાલો થતા રહ્યા છે. એનું કારણ છે બન્ને વચ્ચે ઉંમરનો તફાવત અને બન્નેના સ્ટેટસનો ફરક. નેહા આજે ૩૬ વર્ષની છે અને ટોચની સિંગર છે, જ્યારે ૨૯ વર્ષનો રોહનપ્રીત હજી ખાસ કંઈ ઉકાળી શક્યો નથી. બન્ને વિશે આજે ચર્ચા થઈ રહી છે એનું કારણ એ છે કે તેઓ ડિવૉર્સ લઈ રહ્યાં છે એવી અફવા ઊડી છે.
નેહાએ આ અફવા સામે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પણ એક ઇન્ટરવ્યુમાં રોહનપ્રીત કહે છે, ‘કોઈ પણ પ્રકારની અફવાથી અમે વ્યથિત નથી થતાં, એનાથી અમારા બૉન્ડ પર કોઈ અસર નથી થતી. જો સચ નહીં હૈ વો કૈસે આપ અપને રિલેશનશિપ પર હાવી હોને દે સકતે હો. મને નથી લાગતું કે કોઈએ પણ આવી પાયા વગરની અફવા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના.’