° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


‘જુગ જુગ ​જીયો’માં કામ કરતાં પહેલાં રણબીર અને આલિયાની સાથે સ્ક્રિપ્ટ શૅર કરી હતી નીતુ કપૂરે

22 June, 2022 12:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતુ કપૂરે તેની આગામી ફિલ્મ ‘જુગ જુગ ​જીયો’માં કામ કરતાં અગાઉ તેના દીકરા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે સ્ક્રિપ્ટ શૅર કરી હતી.

‘જુગ જુગ ​જીયો’માં કામ કરતાં પહેલાં રણબીર અને આલિયાની સાથે સ્ક્રિપ્ટ શૅર કરી હતી નીતુ કપૂરે

‘જુગ જુગ ​જીયો’માં કામ કરતાં પહેલાં રણબીર અને આલિયાની સાથે સ્ક્રિપ્ટ શૅર કરી હતી નીતુ કપૂરે

નીતુ કપૂરે તેની આગામી ફિલ્મ ‘જુગ જુગ ​જીયો’માં કામ કરતાં અગાઉ તેના દીકરા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે સ્ક્રિપ્ટ શૅર કરી હતી. આ ફિલ્મમાં નીતુ કપૂરની સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી પણ લીડ રોલમાં છે. ૨૪ જૂને કરણ જોહરની આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. રિશી કપૂરનું અવસાન થયા બાદ નીતુ કપૂર સાવ એકલાં પડી ગયાં હતાં. એવામાં તેમને ફરીથી કામ કરવા માટે પ્રોત્સાહન રણબીરે આપ્યું હતું. એ વિશે નીતુ કપૂરે કહ્યું કે ‘હું ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી. રણબીર અને કરણ મારા ઘરે હતાં. એ વખતે રણબીરે કહ્યું કે ‘મમ્મી, તું હવે આગળ શું કરવાની છે? તારે કામ શરૂ કરવું જોઈએ.’ 
તો કરણે કહ્યું કે ‘હું આવતી કાલે સ્ક્રિપ્ટ લઈને આવું?’ ત્યાર બાદ રાજ, જે આ ફિલ્મના ડિરેક્ટર છે અને કરણ ઘરે આવ્યા હતા. સ્ક્રિપ્ટ ખૂબ જ સરસ હતી. એને ખૂબ જ સરસ રીતે લખવામાં આવી હતી. એના સીન્સ સુંદર છે અને ડાયલૉગ્સ પણ પાવરફુલ હતા. મેં તરત જ હા પાડી દીધી હતી. એ સ્ક્રિપ્ટે મને આકર્ષિત કરી. દરેકને એ સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડી હતી.’
તેમને પૂછવામાં આવ્યું હતું કે શું સ્ક્રિપ્ટ વિશે તેણે ફૅમિલીને પૂછ્યું હતું? તો એનો જવાબ આપતાં નીતુ કપૂરે કહ્યું કે ‘મારી ફૅમિલી ક્યારેક સેકન્ડ ઓપિનિયન માટે મારી સલાહ લે છે. એથી તેમને જ્યારે પણ કોઈ શંકા હોય તો તેઓ મને સ્ક્રિપ્ટ વાંચવા આપે છે. જોકે આ વખતે તો મેં રણબીર અને આલિયા બન્નેને સ્ક્રિપ્ટ આપી હતી.’

કિયારા બેસ્ટ વાઇફ બનશે એવો ભરોસો છે નીતુ કપૂરને
નીતુ કપૂરને એવો ભરોસો છે કે કિયારા અડવાણી બેસ્ટ વાઇફ બની શકે છે. હાલમાં નીતુ કપૂર ‘જુગ જુગ ​જીયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એ દરમ્યાન તેમણે લોકોનાં લગ્નજીવન વિશે પણ પોતાના વિચાર માંડ્યા હતા. એ વિશે નીતુ કપૂરે કહ્યું કે ‘ધૈર્ય રાખવું. કદી પણ બે જણ એકસમાન વિચાર અને સ્વભાવ નથી ધરાવતા. દરેકને લગ્નજીવન દરમ્યાન ઍડ્જસ્ટમેન્ટ અને ત્યાગ પણ કરવા પડે છે. તો જ એમાંથી તમને સારું ફળ મળશે. આજના સમયમાં તમે થાકી જાઓ છો અને બ્રેક-અપ કે પછી ડિવૉર્સ લઈ લો છો. આપણે જલદી જ કોઈ નિર્ણય લઈએ છીએ. એવા સમયે તમારે થોડી ધીરજ રાખવાની અને વસ્તુસ્થિતિને સમજવાની જરૂર હોય છે.’
કિયારાની પ્રશંસા કરતાં નીતુ કપૂરે કહ્યું કે ‘કિયારા ખૂબ અદ્ભુત વ્યક્તિ છે અને તે સારી વાઇફ બની શકે છે. તે ખૂબ જ સ્વીટ અને પ્રેમાળ છોકરી છે.’      

22 June, 2022 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

‘શૂરવીર’માં ઇન્ડિયન ઍર ફોર્સને અલગ રીતે દેખાડવામાં આવશે : અરમાન રાલ્હન

અરમાન રાલ્હનનું કહેવું છે કે ‘શૂરવીર’માં ઇન્ડિયન ઍર ફોર્સને અલગ રીતે દેખાડવામાં આવશે.

06 July, 2022 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

યાદશક્તિ ખોઈ બેસવાનો ડર છે તમન્ના ભાટિયાને

તમન્ના ભાટિયાનો સૌથી મોટો ડર છે કે તે તેની યાદશક્તિ ખોઈ બેસશે. તેની તેલુગુ ફિલ્મ ‘F3’ હાલમાં જ હિટ રહી છે.

06 July, 2022 01:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

News In shorts: શૂટિંગ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ

અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ’ની સીક્વલનું શૂટિંગ શરૂ કરે એ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ પસાર કરી રહ્યો છે.

06 July, 2022 12:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK