° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

અમિતાભ બચ્ચનની પત્ની બનશે નીના ગુપ્તા

07 April, 2021 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મારું પાત્ર ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે અને ઉપરથી મિસ્ટર બચ્ચન સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી થઈ રહી છું. મારા માટે આ એક સપનું પૂરું થવા જેવું છે.’

નીના ગુપ્તા

નીના ગુપ્તા

નીના ગુપ્તા હવે ‘ગુડબાય’માં અમિતાભ બચ્ચનની પત્નીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે સાઉથની ઍક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ છે. આ ફિલ્મને ‘સુપર 30’ના ડિરેક્ટર વિકાસ બહલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. એકતા કપૂર અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પહેલી વાર સાથે કામ કરશે. તેમ જ રશ્મિકા પણ આ તમામ ઍક્ટર્સ સાથે પહેલી વાર કામ કરવા જઈ રહી છે. આ વિશે નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘વિકાસે જ્યારે મને સ્ક્રિપ્ટ નરેટ કરી હતી ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. સ્ક્રિપ્ટ જ્યારે સારી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ બીજું કઈ નથી વિચારતી. મારું પાત્ર ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે અને ઉપરથી મિસ્ટર બચ્ચન સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી થઈ રહી છું. મારા માટે આ એક સપનું પૂરું થવા જેવું છે.’

07 April, 2021 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

COVID-19નો પહેલો ડોઝ લીધા બાદ પણ, આશુતોષ રાણાનો રિપોર્ટ પૉઝિટિવ

સામાન્ય લોકો ઉપરાંત કોરોના વાઈરસ ફિલ્મી સ્ટાર્સને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. અત્યાર સુધી બૉલીવુડ અને ટીવીના સ્ટાર્સ આ ખતરનાક વાઈરસની ચપેટમાં આવી ગયા છે. હવે બૉલીવુડના પ્રખ્યાત અને દિગ્ગજ એક્ટર આશુતોષ રાણા પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે.

14 April, 2021 10:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કોરોના કાળ દરમિયાન આ રીતે બૉલિવૂડ સેલેબ્સે ઉજવ્યો ગુડી પડવાનો આ તહેવાર

જુદા જુદા રાજ્યોમાં ઉજવવામાં આવતા આ પર્વનું દરેક જગ્યાએ ખાસ મહત્વ છે. તો આ અવસરે બૉલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને શુભેચ્છાઓ આપી છે.

13 April, 2021 06:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પહેલી વાર સાથે દેખાશે રવીના ટંડન અને અક્ષય ખન્ના, `Legacy`માં દેખાશે અવનવો અંદાજ

ડિરેક્ટર વિજય ગુટ્ટે માટે આ ક્ષણ ખૂબ જ આનંદની છે. પ્રૉજેક્ટ વિશે તેઓ કહે છે કે, `Legacy મારી આકાંક્ષાઓથી ભરેલી યોજના છે જેને મોટા પાયે તૈયાર કરવામાં આવી છે,

13 April, 2021 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK