Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળપણમાં શોષણનો ભોગ બની હતી નીના ગુપ્તા

બાળપણમાં શોષણનો ભોગ બની હતી નીના ગુપ્તા

19 October, 2021 03:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મમ્મી પોતાની જ ભૂલ કાઢશે એવા ડરથી તે તેમને કહેતાં ગભરાતી હતી

નીના ગુપ્તા

નીના ગુપ્તા


નીના ગુપ્તાએ જણાવ્યું કે બાળપણમાં હું જ્યારે શારીરિક શોષણનો ભોગ બની હતી ત્યારે એ ઘટના વિશે મમ્મીને કહેવાનો મને ડર લાગતો હતો. તેની સાથે અણછાજતું વર્તન કરનાર ડૉક્ટર અને ટેલર હતો. આ કડવા અનુભવનો ઉલ્લેખ નીનાએ ઑટોબાયોગ્રાફી ‘સચ કહું તો’માં કર્યો છે. એ વિશે નીનાએ લખ્યું છે કે ‘ડૉક્ટરે મારી આંખની તપાસ કરવાની સાથે મારા શરીરના અન્ય ભાગની પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી, જેની આંખ સાથે કોઈ લેવા-દેવા નહોતી. આ બધું થઈ રહ્યું હતું ત્યારે હું ખૂબ ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ ઘરે તો મને સૂગ ચડી રહી હતી. હું ઘરના એક ખૂણામાં બેઠી રહેતી હતી અને રડ્યા કરતી હતી. જોકે આ બધું મારી મમ્મીને કહેવાની મારામાં હિમ્મત નહોતી ચાલતી, કારણ કે મને લાગતું હતું કે મમ્મી મને કહેશે કે તારી જ ભૂલ હશે. કદાચ તે એમ કહેત કે તેં જ તેને ઉકસાવ્યો હશે. આવું ઘણી વખત મારી સાથે થયું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2021 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK