Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કામ સાથેનું મારું રિલેશન અરેન્જ્ડ મૅરેજ જેવું છે : રાની મુખરજી

કામ સાથેનું મારું રિલેશન અરેન્જ્ડ મૅરેજ જેવું છે : રાની મુખરજી

22 November, 2021 02:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધીમે-ધીમે મને મારા કામ પ્રતિ પ્રેમ જાગ્યો છે. મને એવો અહેસાસ થયો કે તમારા પ્રોફેશનમાં તમને ખૂબ કળાની જરૂર હોય છે. ઇમોશનને બહાર કાઢવા માટે તમારી અંદર પણ એક કળા છે.

કામ સાથેનું મારું રિલેશન અરેન્જ્ડ મૅરેજ જેવું છે : રાની મુખરજી

કામ સાથેનું મારું રિલેશન અરેન્જ્ડ મૅરેજ જેવું છે : રાની મુખરજી


રાની મુખરજીનું કહેવું છે કે કામ સાથે તેનો સંબંધ અરેન્જ્ડ મૅરેજ જેવો લાગે છે અને કામ શરૂ કર્યા બાદ એની સાથે તેને પ્રેમ થઈ જાય છે. તેની ‘બંટી ઔર બબલી 2’ હાલમાં જ રિલીઝ થઈ છે. બૉલીવુડમાં તેણે પચીસ વર્ષ પૂરાં કર્યાં છે. તેણે ૧૯૯૬માં આવેલી ‘રાજા કી આએગી બારાત’ દ્વારા ઍક્ટિંગમાં પ્રવેશ કર્યો હતો. એ વખતે તેની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. ત્યાર બાદ તેણે ‘ગુલામ’ અને બ્લૉકબસ્ટર ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કર્યું હતું. ઍક્ટિંગમાં કરીઅર બનાવવા વિશે રાનીએ કહ્યું હતું કે ‘હું કદી પણ ઍક્ટર બનવા નહોતી માગતી. આ મારી કરીઅરની પસંદ નહોતી. તમે જ્યારે યંગ હો અને કોઈ ચોક્કસ વસ્તુ કરવાનું તમારું સપનું હોય તો તમે એના પ્રતિ આસક્ત થાઓ છો. તમે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સ્થાન જમાવવા માગો છો, કારણ કે એ તમારું પૅશન હોય છે, તમારો પહેલો પ્રેમ હોય છે. જોકે કામ સાથેનું મારું રિલેશન અરેન્જ્ડ મૅરેજ જેવું છે, કામ શરૂ કર્યા બાદ હું એના પ્રેમમાં પડી જાઉં છું. ધીમે-ધીમે મને મારા કામ પ્રતિ પ્રેમ જાગ્યો છે. મને એવો અહેસાસ થયો કે તમારા પ્રોફેશનમાં તમને ખૂબ કળાની જરૂર હોય છે. ઇમોશનને બહાર કાઢવા માટે તમારી અંદર પણ એક કળા છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2021 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK