Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નયનતારાને લઈને તામિલ ફિલ્મ પ્રોડ્યુસ કરશે ધોની?

નયનતારાને લઈને તામિલ ફિલ્મ પ્રોડ્યુસ કરશે ધોની?

13 May, 2022 01:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નયનતારા બહુ જલદી ડિરેક્ટર વિઘ્નેશ શિવન સાથે લગ્ન કરશે જે ધોનીનો ફૅન છે

નયનતારા

નયનતારા


ક્રિકેટના મેદાનમાં પોતાના પર્ફોર્મન્સથી લોકોને આકર્ષિત કરનાર ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે સેકન્ડ ઇનિંગ માટે તૈયારી કરી રહ્યો છે. આ વખતે તે ખેલના મેદાનમાં નહીં, પરંતુ મનોરંજન ક્ષેત્રે ઝંપલાવે એવી શક્યતા વર્તાઈ રહી છે. એવું જાણવા મળ્યું છે કે તે તામિલ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો છે અને એ ​ફિલ્મમાં નયનતારા લીડમાં હોય એવી શક્યતા છે. નયનતારા બહુ જલદી ડિરેક્ટર વિઘ્નેશ શિવન સાથે લગ્ન કરશે જે ધોનીનો ફૅન છે. ધોનીની બાયોપિક ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ સુપરહિટ હતી અને તામિલનાડુમાં પણ આ ફિલ્મે ધમાલ મચાવી હતી. તામિલનાડુમાં તેના ફૅન્સ પણ વિશાળ છે. એથી તેને પૂરો વિશ્વાસ છે કે તામિલ ફિલ્મ પ્રોડ્યુસ કરવાથી તેને સારો રિસ્પૉન્સ મળશે. નયનતારા હાલમાં એટલીની ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કામ કરી રહી છે. ક્રિકેટ અને મનોરંજન જગતનો પરસ્પર અતૂટ નાતો રહ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે તામિલ ફિલ્મ ‘દિકીલોના’થી ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. બાદમાં ‘ફ્રેન્ડશિપ’માં લીડ રોલ કર્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર એસ. શ્રીસંત પણ નયનતારા સાથે ‘કાથુ વાકુલા રેન્ડુ કથલ’માં કામ કર્યું હતું. ઇરફાન પઠાણે પણ તામિલ ફિલ્મ ‘કોબ્રા’માં નેગેટિવ રોલ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2022 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK