Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ સાથે રોમૅન્સ કરવો છે મૃણાલ ઠાકુરને

શાહરુખ સાથે રોમૅન્સ કરવો છે મૃણાલ ઠાકુરને

28 May, 2021 12:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં જેવી ફિલ્મો બને છે એવી ફિલ્મો નહીં. હું એવી ફિલ્મો કરવા માગું છું જે ખરેખર રોમૅન્ટિક હોય. ૧૯૯૨માં આવેલી ‘રોજા’, એ ખૂબ સુંદર ફિલ્મ હતી. એ પ્રકારની ફિલ્મો હવે જોવા નથી મળતી.

શાહરુખ સાથે રોમૅન્સ કરવો છે મૃણાલ ઠાકુરને

શાહરુખ સાથે રોમૅન્સ કરવો છે મૃણાલ ઠાકુરને


શાહરુખ ખાન સાથે રોમૅન્ટિક ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે મૃણાલ ઠાકુરને. મૃણાલ ઠાકુર ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળી હતી.  આ સિવાય તે ‘લવ સોનિયા’ ‘સુપર 30’ અને ‘બાટલા હાઉસ’માં પણ જોવા મળી હતી. શાહરુખ સાથે કામ કરવાની ઇચ્છા વિશે મૃણાલે કહ્યું હતું કે ‘હું શાહરુખ ખાન સાથે પ્રેમમાં છું. તેનામાં એક જાદુ છે. જો હું તેમની સાથે કામ કરીશ તો ખબર નહીં કે હું તેમની સામે પર્ફોર્મ કરી શકીશ કે નહીં કે માત્ર તેમને જોયા કરીશ. હું તેમની સાથે રોમૅન્ટિક ફિલ્મમાં કામ કરવા માગું છું, ૨૦૦૦ની ફિલ્મો જેવી કે ‘કલ હો ના હો’, ‘મૈં હૂં ના’, ‘વીર ઝારા’ અને શાહરુખની બધી ફિલ્મો કરવા માગું છું. હાલમાં જેવી ફિલ્મો બને છે એવી ફિલ્મો નહીં. હું એવી ફિલ્મો કરવા માગું છું જે ખરેખર રોમૅન્ટિક હોય. ૧૯૯૨માં આવેલી ‘રોજા’, એ ખૂબ સુંદર ફિલ્મ હતી. એ પ્રકારની ફિલ્મો હવે જોવા નથી મળતી. હાલમાં મૂવીઝ ખૂબ બોલ્ડ છે. દરેકને એવી ફિલ્મો ગમે છે જેમાં એકબીજા પર ઊછળીને કિસિંગ શરૂ કરી દે છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2021 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK