આ વાત જસ્સીનો રોલ કરનાર મોના સિંહે કહી છે
શાહરુખનાં બાળકો આર્યન અને સુહાના
શાહરુખ ખાનનાં બાળકો આર્યન અને સુહાના બાળપણમાં ‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલનો ટાઇટલ-ટ્રૅક સાંભળીને જમતાં હતાં. આ વાત જસ્સીનો રોલ કરનાર મોના સિંહે કહી છે. સોની પર આ શો ૨૦૦૩થી ૨૦૦૬ સુધી ઑન-ઍર થયો હતો. આર્યન હવે ડિરેક્શનની કમાન સંભાળી રહ્યો છે. તે વેબ-સિરીઝ ‘સ્ટારડમ’ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવી રહ્યો છે અને એમાં મોના સિંહ પણ જોવા મળવાની છે. શાહરુખનાં બાળકો ‘જસ્સી જૈસી કોઈ નહીં’નાં ફૅન હતાં એ વિશે મોના સિંહ કહે છે, ‘શાહરુખ સાથે મારો સંબંધ ‘જસ્સી જૈસી કોઈ નહીં’ના વખતથી છે. વીસ વર્ષ પહેલાં હું જ્યારે ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહી હતી અને સૂર્યાસ્ત થઈ રહ્યો હતો ત્યારે મારો ડિરેક્ટર એ સીનને વહેલાસર પૂરો કરવા માગતો હતો. અચાનક શાહરુખ ખાન સર તેમનાં બન્ને બાળકો આર્યન અને સુહાનાને લઈને સેટ પર આવ્યાં હતાં. બન્ને બાળકોને તેમણે પોતાના હાથમાં ઊંચકી રાખ્યાં હતાં. તેમણે મને જણાવ્યું કે તેમનાં બાળકો મારાં ફૅન્સ છે અને એ સાંભળીને હું ચોંકી ગઈ હતી. મને વિશ્વાસ જ નહોતો થતો. તેમણે ખૂબ પ્રામાણિકપણે મને જણાવ્યું કે આર્યન અને સુહાના જમતી વખતે ‘જસ્સી જૈસી કોઈ નહીં’નો ટાઇટલ-ટ્રૅક સાંભળે છે.’

