તેનું કહેવું છે કે તે સરળ જીવન જીવે છે

વરુણ ધવન
વરુણ ધવને જણાવ્યું કે અવૉર્ડ ફંક્શનમાં જતાં પહેલાં તે ફૅન્સી સૂટ પહેરીને મમ્મી માટે બ્રેડ લેવા ગયો હતો. તેનું કહેવું છે કે તે સરળ જીવન જીવે છે. તે ઇન્ડસ્ટ્રીનો સૌથી બિઝી ઍક્ટર છે. તેની કિયારા અડવાણી સાથેની ‘જુગ જુગ જીયો’ આજે રિલીઝ થવાની છે. તો હૉરર-ડ્રામા ‘ભેડિયા’માં પણ જોવા મળવાનો છે. એક કિસ્સો યાદ કરતાં વરુણે કહ્યું કે ‘જુહુમાં એક જગ્યા છે ‘ઇનટૉપ’, ત્યાં હું ફૅન્સી સૂટ પહેરીને મારી મમ્મી માટે બ્રેડ લેવા ગયો હતો. છૂપી રીતે તો હું અંદરથી ખુશ હતો. આવાં કામ તો હું કોઈ પણ દિવસે કરી શકું છું. એમાં હું પ્રામાણિક છું.’