Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિલિંદ સોમણ પચીસ વર્ષ બાદ મ્યુઝિક વિડિયોમાં જોવા મળ્યો

મિલિંદ સોમણ પચીસ વર્ષ બાદ મ્યુઝિક વિડિયોમાં જોવા મળ્યો

02 July, 2022 03:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘શૃંગાર’ ગીતને અકાસા અને આસ્થા ગિલે ગાયું છે

મિલિંદ સોમણ મ્યુઝિક વિડિયોમાં

મિલિંદ સોમણ મ્યુઝિક વિડિયોમાં


મિલિંદ સોમણે પચીસ વર્ષ બાદ પાર્ટી સૉન્ગ ‘શૃંગાર’થી મ્યુઝિક વિડિયોમાં પાછો ફરી રહ્યો છે. વાયુ દ્વારા કમ્પોઝ કરાયેલા અને રફતાર દ્વારા રૅપ કરવામાં આવેલા ‘શૃંગાર’ ગીતને અકાસા અને આસ્થા ગિલે ગાયું છે અને એનું ડિરેક્શન અને કોરિયોગ્રાફી પુનિત જે. પાઠકે કરી છે. પોતાનો અનુભવ વર્ણવતાં મિલિંદે કહ્યું કે ‘પચીસ વર્ષ પછી મ્યુઝિક વિડિયો કરવાની ખૂબ મજા આવી. જ્યારે ‘શૃંગાર’ મારી પાસે આવ્યું ત્યારે મને એનો ટ્રૅક ખૂબ પસંદ આવ્યો અને મેં એનો ભાગ બનવાનો નિર્ણય લીધો. આ ટ્રૅક ખૂબ જ સુંદર છે અને હું આ ગીત તૈયાર કરનારાં પ્રતિભાશાળી આસ્થા, અકાસા અને રફતાર સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. ‘શૃંગાર’ ચોક્કસપણે આ વર્ષનું પાર્ટી ગીત છે અને માત્ર મને જ નહીં, મારી મમ્મી અને મારી પત્નીને પણ આ ગીત ઘણું ગમ્યું હતું.’

આસ્થાએ પોતાની વાત શૅર કરતાં કહ્યું હતું કે  ‘મારી જૂની ટીમ સાથે ફરીથી જોડાવું મને ઘણું ગમ્યું છે. આ અનુભવ એકદમ રોમાંચક રહ્યો. ‘નાગિન’ના શૂટિંગ વખતે અમારી પાસે જે જૂની યાદો હતી એને ફરીથી જીવંત કરવાની તેમણે મને તક આપી હતી. રફતાર હોય, વાયુ હોય કે અકાસા, દરેકની પોતાની જ સ્ટાઇલ છે અને એ બધા જ ખૂબ પ્રતિભાશાળી છે. મિલિંદ સોમણ સાથે કામ કરવાનો આનંદ આવ્યો અને તેમની ઊર્જા ગજબની છે. ‘શૃંગાર’ મારા જીવનના સૌથી અવિશ્વસનીય અનુભવોમાંનો એક છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK