Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડમાં અસ્પાયરિંગ ઍક્ટર્સને છેતરીને પૉર્ન તરફ ધકેલવામાં આવે છે: સોફિયા

બૉલીવુડમાં અસ્પાયરિંગ ઍક્ટર્સને છેતરીને પૉર્ન તરફ ધકેલવામાં આવે છે: સોફિયા

28 July, 2021 11:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ કુન્દ્રાને મુંબઈ કોર્ટ દ્વારા ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, આ વિશે સોફિયાએ કહ્યું હતું

સોફિયા હયાત

સોફિયા હયાત


‘બિગ બૉસ 7’ની કન્ટેસ્ટન્ટ અને સિંગર સોફિયા હયાતે કહ્યું હતું કે બૉલીવુડમાં અસ્પાયરિંગ ટૅલન્ટને પૉર્ન તરફ ધકેલવામાં આવે છે. રાજ કુન્દ્રાને મુંબઈ કોર્ટ દ્વારા ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ વિશે સોફિયાએ કહ્યું હતું કે ‘એક વાર કાસ્ટિંગ એજન્ટે મને કહ્યું હતું કે એક ઇન્ટિમેટ દૃશ્ય છે અને હું કેટલું સારું ઍક્ટ કરી શકું એ માટે તેણે ડિરેક્ટરને એ દેખાડવું જરૂરી છે. મને ખબર હતી કે તે મને છેતરી રહ્યો હતો, કારણ કે પ્રોફેશનલ વ્યક્તિ મને કોઈ દિવસ આવું દૃશ્ય પર્ફોર્મ કરવા નહીં કહે. મેં મારી કરીઅરમાં બે લવ સીન કર્યા છે. મને આવાં દૃશ્યો ભજવવામાં કોઈ પ્રૉબ્લેમ નહોતો, પરંતુ મેં જ્યારે કામ કર્યું હતું ત્યારે સેટ પર ખૂબ જ ઓછા લોકો હતા અને એ દૃશ્યના રિયલ શૂટ પહેલાં મને એ પર્ફોર્મ કરવા નહોતું કહેવામાં આવ્યું. પૉર્નોગ્રાફી પ્રેમનો નાશ કરે છે અને હવસને આવકારે છે. જે માણસ પૉર્ન બનાવતો કે વેચતો હોય એ પ્રેમનો દુશ્મન છે. પૉર્નોગ્રાફી મહિલાઓના અધિકારનું ખંડન છે અને કોર્ટે એમાં પણ બળાત્કાર જેવી જ સજા આપવી જોઈએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બિઝનેસમૅન યુવાન મહિલાઓનો ફાયદો ઉઠાવે છે. તેમનો ઉદ્દેશ ફક્ત પૈસા હોય છે અને તેઓ એ માટે મહિલાઓ સાથે જે કરે છે એ બળાત્કાર સમાન છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2021 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK