કપરા સમયનો આવી રીતે સામનો કરે છે મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ લાઇફમાં આવનાર અઘરા સમયનો કેવી રીતે સામનો કરવો એ માટે પૂરી રીતે સજ્જ રહે છે. તે એ કપરા સમયનો પણ સદુપયોગ કરે છે. તે ઉદાસ થઈને ઘરમાં બેસવામાં નથી માનતો. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેની પાસે કોઈ કામ નહોતું. એવા સમયે તે શું કરતો એ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘મને ‘પિંજર’ ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડ મળ્યા બાદ પણ કોઈ ખાસ કામ નહોતું મળતું. કોઈ ફિલ્મ પણ નહોતી ચાલતી. ફિલ્મો ફ્લૉપ થવા લાગી તો કામ ઓછું મળવા લાગ્યું. જે પણ કામ મળતું એ કરી લેતો જેથી ગુજરાન ચાલુ રહેતું. કરીઅરનો એ ખરાબ સમય હતો, પરંતુ એમાં પણ મેં અનુશાસન ખતમ નહોતું કર્યું. ખરાબ સમયને હું સખ્તાઈથી નથી લેતો. હું પોતાના પર કામ કરું છું. આખો દિવસ પોતાને બિઝી રાખું છું. કાંઈક વાંચી લઉં છું. પછી મિત્રને મળવા જાઉં છું. નવરો બેસીને, ઉદાસ થઈને ડિપ્રેશનમાં ઘરે બેસી રહેવું મને નથી પસંદ. મને લડાઈ લડવી ગમે છે.’