Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લંડનમાં મસ્તીના મૂડમાં બૉલીવુડ

લંડનમાં મસ્તીના મૂડમાં બૉલીવુડ

30 June, 2022 12:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલિયા ભટ્ટ લંડનમાં બૉલીવુડ ફ્રેન્ડ્સ જેવા કે સેલિબ્રિટી ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને કરણ જોહર સાથે મસ્તીના મૂડમાં દેખાઈ હતી

આ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મનીષે કૅપ્શન આપી હતી, `વિથ ધ બ્યુટીઝ`

આ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મનીષે કૅપ્શન આપી હતી, `વિથ ધ બ્યુટીઝ`


આલિયા ભટ્ટ લંડનમાં બૉલીવુડ ફ્રેન્ડ્સ જેવા કે સેલિબ્રિટી ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને કરણ જોહર સાથે મસ્તીના મૂડમાં દેખાઈ હતી. આલિયાએ હાલમાં જ મમ્મી બનવાની ખુશખબરી સોશ્યલ મીડિયામાં આપી હતી. તે લંડનમાં તેના હૉલીવુડ પ્રોજેક્ટમાં બિઝી છે. તેના આ ગુડ ન્યુઝ સાંભળીને તેને દીકરી સમાન માનનાર કરણ જોહર તરત તેને મળવા લંડન ઊપડી ગયો છે. તેની સાથે મનીષ મલ્હોત્રા પણ છે. આલિયાએ વાઇટ આઉટફિટ અને બ્લૅક સનગ્લાસિસ પહેર્યા છે. આ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મનીષ મલ્હોત્રાએ કૅપ્શન આપી હતી, લંડનના સૂર્યમાં આ ફોટો લીધો છે.



આ સિવાય મનીષ મલ્હોત્રાએ કરીના કપૂર ખાન સાથે પણ મુલાકાત કરી હતી. તેની સાથેનો ફોટો પણ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મનીષ મલ્હોત્રાએ કૅપ્શન આપી હતી, મારી ફેવરિટ સાથે છું.


મનીષ મલ્હોત્રાએ ગૌરી ખાન, ટ્વિન્કલ સાથે પણ સમય પસાર કર્યો હતો. એનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મનીષે કૅપ્શન આપી હતી, વિથ ધ બ્યુટીઝ.


 

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2022 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK