તાજેતરમાં જ તેની દીકરી તારાને ટ્રોલર્સે ‘સ્ટ્રીટ કિડ’ કહી હતી
મંદિરા બેદી દીકરી અને પરિવાર સાથે
મંદિરા બેદીનાં બાળકોને જે પ્રકારે ટ્રોલ કરવામાં આવે છે એનાથી તેનું લોહી ઊકળે છે. તાજેતરમાં જ તેની દીકરી તારાને ટ્રોલર્સે ‘સ્ટ્રીટ કિડ’ કહી હતી. સાથે જ તેને ઝૂંપડપટ્ટીમાંથી દત્તક લીધેલી પણ કહી હતી. આ બધા ટ્રોલિંગ પર પોતાનો રોષ વ્યક્ત કરતાં મંદિરાએ કહ્યું હતું કે ‘મારી ફૅમિલીના ફોટો પર જે પ્રકારે કમેન્ટ્સ કરવામાં આવે છે એનાથી હું ખૂબ રોષે ભરાઈ છું. આ ખરેખર ખૂબ જ ભયાવહ છે કે નાના બાળક માટે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. હું આવા તમામ ટ્રોલ્સ અને હેટર્સને અવગણું છું. સોમવારે મોડી રાતે આવા બેથી ત્રણ મેસેજિસે મને હતાશ કરી હતી. એથી આ વખતે મેં એને પ્રતિક્રિયા આપવાનું નક્કી કર્યું હતું. તારા એક નિર્દોષ અને ખૂબ નાની બાળકી છે. આ બધું સમજવા માટે તે ખૂબ નાની છે. જોકે એનાથી હું ખૂબ દુઃખી થઈ છું. મારા કેટલાક ફ્રેન્ડ્સે મને એ બધા તરફ ધ્યાન ન આપવાની સલાહ આપી હતી. જોકે એમાંના કેટલાક સાઇબર સેલ અને ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચી ગયા હતા. તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. મારા દીકરી વિશે જે પણ ઘસાતું બોલવામાં આવે છે એનાથી મારું લોહી ઊકળી જાય છે.’