Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અર્જુન કપૂરના જન્મદિવસ પહેલાં ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાએ આપી આ અનોખી સરપ્રાઈઝ

અર્જુન કપૂરના જન્મદિવસ પહેલાં ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાએ આપી આ અનોખી સરપ્રાઈઝ

24 June, 2022 02:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલાઈકાએ જન્મદિવસ પહેલા અર્જુન માટે ઘણી ગિફ્ટ્સ મોકલી છે

તસવીર સૌજન્ય: યોગેન શાહ

તસવીર સૌજન્ય: યોગેન શાહ


26 જૂને અર્જુન કપૂરનો જન્મદિવસ છે. અર્જુન અને મલાઈકા જન્મદિવસ ઉજવવા વેકેશન પર ગયા છે. ગઈકાલે રાત્રે બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જો કે વેકેશન પર જતા પહેલા મલાઈકાએ અર્જુન કપૂર માટે ખાસ ગિફ્ટ મોકલી હતી. મલાઈકાએ જન્મદિવસ પહેલા અર્જુન માટે ઘણી ગિફ્ટ્સ મોકલી છે અને તે તમામ ગિફ્ટ્સને બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રીપવાળા કવરથી રૅપ કરવામાં આવી છે. આ ભેટના ફોટા શેર કરતી વખતે, અર્જુને મલાઈકા માટે એક ખાસ સંદેશ લખ્યો છે અને મલાઈકા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

અર્જુને લખ્યું કે “જન્મદિવસના 72 કલાક પહેલા તે મને યાદ કરાવવાનો પૂર્ણ પ્રયાસ કરી રહી છે કે મારો જન્મદિવસ છે.” જણાવી દઈએ કે અર્જુન અને મલાઈકા ઘણા સમયથી એકબીજાથી દૂર હતા. અર્જુન તેની આગામી ફિલ્મ લેડી કિલરનું મસૂરીમાં શૂટિંગ કરી રહ્યો હતો. ઘણા દિવસો સુધી ત્યાં શૂટિંગના કારણે મલાઈકા અને અર્જુન એકબીજાને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા.



હાલમાં જ અર્જુન પાછો આવ્યો હતો અને હવે જ્યારે અર્જુનનો જન્મદિવસ પણ છે ત્યારે બંનેએ સાથે મળીને આ પ્રસંગ ઉજવવાનો પ્લાન બનાવ્યો હતો. બર્થડે સેલિબ્રેટ કરવા માટે બંને ક્યાં ગયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તે બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે પણ જાણી શકાશે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન ટૂંક સમયમાં એક વિલન રિટર્નમાં જોવા મળશે. જણાવી દઈએ કે મોહિત સૂરી એક વિલન રિટર્ન્સનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, જોન અબ્રાહમ, આદિત્ય રોય કપૂર, દિશા પટણી અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં છે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2022 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK