Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘શૂરવીર’માં નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર બનશે મકરંદ દેશપાંડે

‘શૂરવીર’માં નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર બનશે મકરંદ દેશપાંડે

03 July, 2022 06:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મને ડિરેક્ટર કનિષ્ક વર્મા, ક્રીએટર સમર ખાન, રાઇટર મયંક અને ‘શૂરવીર’ની આખી ક્રીએટટિવ ટીમે ખૂબ સપોર્ટ કર્યો હતો.’

‘શૂરવીર’માં નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર બનશે મકરંદ દેશપાંડે

‘શૂરવીર’માં નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર બનશે મકરંદ દેશપાંડે


વેબ-સિરીઝ ‘શૂરવીર’માં મકરંદ દેશપાંડે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરનો રોલ ભજવવાનો છે. ૧૫ જુલાઈથી ડિઝની+હૉટસ્ટાર પર શરૂ થનારા આ શોને કનિષ્ક વર્માએ ડિરેક્ટ કર્યો છે. આ સિરીઝમાં મકરંદ સાથે મનીષ ચૌધરી, રેગીના કૅસેન્ડ્રા, અરમાન રાલ્હન, આદિલ ખાન, અભિષેક સાહા, અંજલિ બારોટ, કુલદીપ સરીન, આરીફ ઝકરિયા, ફૈઝલ રાશિદ, સાહિલ મહેતા અને શિવ્ય પઠાની પણ લીડ રોલમાં દેખાશે. સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે દેશ પર જોખમ તોળાતાં ટાસ્ક ફોર્સ કઈ રીતે મોરચો સંભાળે છે. પોતાના રોલ વિશે મકરંદે કહ્યું કે ‘આ ભૂમિકા ભજવવા માટે ફિઝિકલ પરિવર્તનની સાથે એ મિજાજ, એ અનુશાસન, એ તીક્ષ્ણતા અને જવાબદારીનો અહેસાસ હોવો જરૂરી બની જાય છે. આવાં પાત્રો ભજવતી વખતે આ બધાં પરિબળોનું ધ્યાન રાખવું પણ અઘરું બની જાય છે. તમે જ્યારે કમાન્ડો હો તો તમે તમારી જાતને સજ્જ કરો છો, પરંતુ એક ઠેકાણે બેસીને નિર્ણય લેવાના હોય તો તમારે જવાબદાર દેખાવું અગત્યનું બની જાય છે. હું એટલું જરૂર કહીશ કે આ રોલ ભજવતી વખતે એક વ્યક્તિ તરીકે પણ મારામાં સુધારો થયો છે. મને ડિરેક્ટર કનિષ્ક વર્મા, ક્રીએટર સમર ખાન, રાઇટર મયંક અને ‘શૂરવીર’ની આખી ક્રીએટટિવ ટીમે ખૂબ સપોર્ટ કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK