Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયાની ઢિંગલી કોના જેવી લાગે છે? શું કહ્યું મહેશ ભટ્ટ અને નીતુ કપૂરે

આલિયાની ઢિંગલી કોના જેવી લાગે છે? શું કહ્યું મહેશ ભટ્ટ અને નીતુ કપૂરે

07 November, 2022 02:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

6 નવેમ્બરે આલિયાએ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

નીતુ કપૂર અને મહેશ ભટ્ટ

નીતુ કપૂર અને મહેશ ભટ્ટ


આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)એક બાળકીના માતા-પિતા બન્યા છે. માત્ર તેના પરિવારના સભ્યો અને મિત્રો જ નહીં પરંતુ તેના ચાહકો પણ તેની પુત્રીના આગમનની ખુશીમાં હરખાઈ ગયા છે. 6 નવેમ્બરે આલિયાએ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આ સમાચારથી તેના પરિવારજનો હર્ષના આંસુઓથી રડી પડ્યા છે. તેના પિતા મહેશ ભટ્ટે પણ ભાવનાત્મક નિવેદન આપ્યું છે.

મહેશ ભટ્ટ લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી
આલિયા ભટ્ટ માતા બનવાના સમાચાર પર મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યુમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, `આ સમયે હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આ બાળકી રણબીર અને આલિયાને એકબીજાની નજીક લાવશે. તે ખૂબ જ ખાસ ક્ષણ હતી. મને એવું લાગે છે કે જાણે ગઈકાલની વાત છે, આલિયા એક નાનું બાળક હતું જે મારા ખોળામાં રહેતું હતું, આજે તે એક પુત્રીની માતા બની છે.



મહેશ ભટ્ટે આગળ કહ્યું, જ્યારે મને મારી પત્ની સોનીનો ફોન આવ્યો અને તેણે કહ્યું- `આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. સોનીએ જે રીતે મને આ વાત કહી, તે હું ક્યારેય શબ્દોમાં વર્ણવી શકતો નથી. લાગણીઓનો સાગર આવી ગયો હોય એવું લાગતું હતું.`


તો બીજી બાજુ રણબીરની મમ્મી નીતુ કપૂરે પણ દાદી બનવા પર ખુશી વ્યક્ત કરી છે. જ્યારે નીતુ કપૂરને પૂછવામાં આવ્યું કે બાળકી આલિયા જેવી લાગે છે કે રણબીર જેવી  ખરેખર, નીતુ કપૂર રવિવારે સાંજે હોસ્પિટલ જતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે રોયલ બ્લુ કલરનું સૂટ પહેર્યુ હતું, તેની સૌથી રસપ્રદ વાત તેની સાદગી હતી. આ એટલા માટે છે કારણ કે ભૂતપૂર્વ અભિનેત્રીએ ન તો તેના દેખાવમાં વધુ પડતો બ્લિંગ ટચ ઉમેર્યો હતો અને ન તો તેને સ્ટાઇલિશ બનાવવા માટે કોઈ પ્રયોગો કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2022 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK