Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માધુરી દીક્ષિત અને મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મ ‘મજા મા’નું ટ્રેલર લોન્ચ થયું, જુઓ અહીં

માધુરી દીક્ષિત અને મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મ ‘મજા મા’નું ટ્રેલર લોન્ચ થયું, જુઓ અહીં

22 September, 2022 07:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાથે જ છાયા વોરા પણ છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


એમેઝોન પ્રાઇમ વીડિયોની પ્રથમ ભારતીય મૂવી ‘મજા મા’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં બોલિવૂડની ડાન્સ ક્વીન માધુરી દીક્ષિત એક જટિલ અને નીડર માતાના અવતારમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા એક સુખી મહિલા પલ્લવી પટેલ (માધુરી દીક્ષિત)ના જીવન પર આધારિત છે. પલ્લવી તેના જીવનમાં ખૂબ જ ખુશ છે અને તે તેના પુત્રના લગ્નની તૈયારી કરી રહી છે, ત્યારે એક અફવા અને તેનો એક વીડિયો સૌને હચમચાવી મૂકે છે. આ ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ છે. સાથે જ છાયા વોરા પણ છે.

ટ્રેલરમાં શું ખાસ છે?



ટ્રેલરમાં તમને પલ્લવી પટેલ (માધુરી દીક્ષિત)ના જીવનની ઝલક જોવા મળે છે. પલ્લવી તેના મધ્યમવર્ગીય પરિવાર સાથે રહે છે. તેનો પુત્ર તેને પરફેક્ટ માને છે. તેના પતિને અંગ્રેજી આવડતું નથી. તે જે સમાજમાં રહે છે તે તેની તાકાત છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ પલ્લવી મુશ્કેલીમાં મુકાય છે. એક વીડિયો વાયરલ થાય છે જે તેના પુત્રની સગાઈ જોખમમાં મૂકે છે. પલ્લવી અને તેનો પરિવાર આ અશાંતિનો સામનો કેવી રીતે કરશે? શું તે પરિવારના સભ્યોને નજીક લાવશે કે નવા સંબંધો તોડી નાખશે? આ ફિલ્મમાં તે જોવા જેવી વાત હશે.


ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ચઢ્ઢા, અને નિનાદ કામતે આ ફિલ્મમાં કામ કર્યું છે. આ એક હાસ્ય અને પ્રેમથી ભરેલી ફિલ્મ છે. તેનું નિર્માણ મીડિયા કલેક્ટિવ અને અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે આનંદ તિવારીએ તેનું નિર્દેશન કર્યું છે. માજા મા 6 ઑક્ટોબરથી ભારતમાં અને 240 દેશો અને પ્રદેશોમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર એક્સક્લુઝિવ રીતે પ્રીમિયર થશે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2022 07:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK