° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


બૉલીવુડમાં આઠ વર્ષ થતાં ક્રિતી સૅનન બની ઑન્ટ્રપ્રનર

24 May, 2022 02:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનન હવે ઑન્ટ્રપ્રનર બનવા જઈ રહી છે. તેણે ૨૦૧૪માં આવેલી ‘હીરોપંતી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

બૉલીવુડમાં આઠ વર્ષ થતાં ક્રિતી સૅનન બની ઑન્ટ્રપ્રનર

બૉલીવુડમાં આઠ વર્ષ થતાં ક્રિતી સૅનન બની ઑન્ટ્રપ્રનર

ક્રિતી સૅનન હવે ઑન્ટ્રપ્રનર બનવા જઈ રહી છે. તેણે ૨૦૧૪માં આવેલી ‘હીરોપંતી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેને આઠ વર્ષ થતાં હવે તે ઍપ્લિકેશન લૉન્ચ કરીને ઑન્ટ્રપ્રનર બની રહી છે. તે બહુ જલદી ‘ધ ટ્રાઇબ’ નામની​ ફિટનેસ ઍપ લૉન્ચ કરી રહી છે. ક્રિતીએ પહેલી વાર ‘મિમી’ માટે ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કર્યું હતું. આ ફિલ્મમાં પ્રેગ્નન્ટ મહિલાના પાત્ર માટે તેણે ૧૫ કિલો વજન વધાર્યું હતું અને ત્યાર બાદ તેણે એ વજન ઘટાડ્યું પણ હતું. તેણે તેની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘એવું કહેવાય છે કે તમારી વાઇબ્સ તમારી ટ્રાઇબને અટ્રૅક્ટ કરે છે. હું એવી વ્યક્તિ છું જે હંમેશાં લોકોને પુશ કરવામાં માને છે. હું એમાં ખરેખર વિશ્વાસ કરું છું અને આજે એનું પ્રૂફ પણ આપી રહી છું. આઠ વર્ષ પહેલાં મેં મારી જર્ની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂ કરી હતી. મારા પર જેમણે વિશ્વાસ કર્યો હતો અને મને ઊડવા માટે પાંખો આપી હતી તેમની મદદથી હું મારી મુસાફરી કરી શકી હતી. આઠ વર્ષ બાદ જે દિવસે મેં મારી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મુસાફરી શરૂ કરી હતી એ જ દિવસે હું મારી નવી મુસાફરીની જાહેરાત કરી રહી છું જે ઑન્ટ્રપ્રનરની છે. હું મારા અદ્ભુત કો-ફાઉન્ડર અનુષ્કા નંદાની, કરણ સાહની અને રૉબિન બહલ સાથે અમારો પૅશન પ્રોજેક્ટ ‘ધ ટ્રાઇબ’ લૉન્ચ કરી રહી છું.’
તેણે વધુમાં જણાવ્યું હતું કે ‘મેં ‘મિમી’ બાદ મારી પર્નસલ ફિટનેસ જર્ની સાથે મારી મુલાકાત થઈ હતી. મેં ૧૫ કિલો વજન વધાર્યું હતું એ મારે ઉતારવાનું હતું. એ દરમ્યાન લૉકડાઉન આવ્યું હતું અને જિમ બંધ થઈ ગયું હતું. ફિટ રહેવા માટે રૉબિન, કરણ અને ​અનુષ્કાએ મારી જર્નીમાં ખૂબ જ મહત્ત્વનો પાર્ટ ભજવ્યો હતો.’

24 May, 2022 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

News In shorts: શૂટિંગ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ

અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ’ની સીક્વલનું શૂટિંગ શરૂ કરે એ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ પસાર કરી રહ્યો છે.

06 July, 2022 12:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સરકાર બદલાતાં કંગના રનોટના કેસનું શું થશે?

કંગના રનોટે હવે જાવેદ અખ્તરના બદનક્ષીના કેસમાં પોતે કોઈ ગુનો નથી કર્યો એવી જાહેરાત કરી છે

06 July, 2022 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

આસામ પૂર માટે અગિયાર લાખ ડોનેટ કર્યા કરણે

કરણ જોહરે હાલમાં જ આસામ પૂર માટે અગિયાર લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આસામમાં પૂર આવતાં ૯૦ લાખ લોકોને એની અસર થઈ છે.

06 July, 2022 11:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK