Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાન અને ક્રિતી સેનને સુશાંત સિંહને યાદ કરી ઈન્સ્ટાગ્રામ પર લખી ભાવુક પોસ્ટ

સારા અલી ખાન અને ક્રિતી સેનને સુશાંત સિંહને યાદ કરી ઈન્સ્ટાગ્રામ પર લખી ભાવુક પોસ્ટ

15 June, 2021 01:38 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત સિંહની પુણ્યતીથિ પર અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ્સે તેને યાદ કરી સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે.

સારા અલી ખાન અને ક્રિતી સેનોન બંન્ને અભિનેત્રીઓ સુશાંતની નજીક હતી.

સારા અલી ખાન અને ક્રિતી સેનોન બંન્ને અભિનેત્રીઓ સુશાંતની નજીક હતી.


બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે દુનિયા છોડી તેને 14 જૂને એક વર્ષ થઈ ગયું છે. ત્યારે  બૉલિવુડ સ્ટાર્સ અને ફેન્સ સુશાંત સાથેની યાદો અને તેની સાથે વિતાવેલી ક્ષણોને તાજી કરી રહ્યાં છે.  સુશાંત સિંહને યાદ કરી અભિનેત્રી સારા અલી ખાન, અંકિતા લોખંડે, શ્રદ્ધા કપુર, રિયા ચક્રવર્તી અને ક્રિતી સેનને તેને યાદ કરી સોશિયલ મીડિયા પર લાંબા કેપ્શન સાથે પોસ્ટ શેર કરી છે. 

`બદરીનાથ` ફિલ્મથી ડેબ્યુ કરનાર અભિનેત્રી સારા અલી ખાને પોતાની પહેલી ફિલ્મ સુશાંત સિંહ સાથે કરી હતી. સારાએ સુશાંત યાદી કરી ઈન્સ્ટાગ્રામ પર એક તેની અને સુશાંતની એક તસવીર શેર કરી છે.  સારાઅલી ખાને કેપ્શનમાં લખ્યું હતું કે, મારે જ્યારે પણ કોઈ મદદ કે સલાહની જરૂર હોય ત્યારે હંમેશા તુ હાજર હોય છે.  તે મને અભિનયથી અવગત કરાવી છે, સપનાને કેવી રીતે પુરા કરવા તે શિખવ્યું છે, તે મને બધુ જ આપ્યું છે, જે હાલ મારી પાસે છે. વિશ્વાસ નથી આવતો તુ જતો રહ્યો છે. પણ  હું તારાઓને જોઉ છું ત્યારે મને અનુભવ થાય છે કે તુ ત્યાં જ છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)



બદરીનાથ દરમિયાન ચર્ચાઓ થતી હતી કે સુશાંત સિંહ સારા અલી ખાનને ડેટ કરી રહ્યાં છે. જોકે સુશાંત સિંહને યાદ કરતાં તેની એકસ ગર્લફ્રેન્ડ ક્રિતી સેનને પણ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લાંબી પોસ્ટ લખી સુશાંત સિંહ સાથે વિતાવેતા પળોને યાદ કર્યા હતાં. 


અભિનેત્રી ક્રિતી સેનને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે મને દુખ થાય છે આજે આપણે એક દુનિયામાં સાથે નથી.. આ વાસ્વિકતાને સ્વીકારવી અઘરુ લાગે છે.  મને એવું જ લાગે છે કે તુ મારી આસપાસ કયાંક મારી સાથે જ છો. હું પ્રાર્થના કરું છું કે તું જે પણ દૂનિયામાં છે ખુશ રહે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

આ સાથે શ્રદ્ધા કપુર સહિત કેટલીય અભિનેત્રીઓએ સુશાંતને યાદ કરી શ્રદ્ધાજંલી આપી હતી. સુશાંત સિંહની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સુશાંત સિંહની પુણ્યતીથિ પર હવનનું આયોજન કર્યુ હતું. 

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 01:38 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK